
નિયમોનું પાલન ન કરવા બાબતે એર ઈન્ડિયા પર DGCA એ કરી કાર્યવાહી, રૂપિયા 10 લાખનો ફટકાર્યો દંડ
દિલ્હી – એર લાઇન્સ કંપનીઓ સામે સતત કાર્યવાહીની ઘટનાઓ સામે આવી રહી છે ખાસ કરીને આ મામલે એર ઈન્ડિયા કંપની મોખરે હોય છે ત્યારે ફરી એક વખત ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ એર ઈન્ડિયા પર કાર્યવાહીઓ કરી છે.
ભારતની પ્રતિષ્ઠિત એરલાઇન કંપની એર ઇન્ડિયા પર 10 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ડીજીસીએએ મુસાફરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સંબંધિત ધોરણોનું પાલન ન કરવા બદલ એર ઈન્ડિયા સામે દંડ ફટકારવાની આ કાર્યવાહી કરી છે.
ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશનએ આજરોજ બુધવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે દિલ્હી, કોચી અને બેંગલુરુના એરપોર્ટ પર એર ઈન્ડિયાના એકમોનું નિરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું હતું કે એરલાઈન નાગરિક ઉડ્ડયન જોગવાઈઓનું યોગ્ય રીતે પાલન કરી રહી નથી.
આ મામલે મળતી જાણકારી પ્રમાણે એર ઈન્ડિયા પર નાણાકીય દંડ લગાવવામાં આવ્યો છે. એર ઈન્ડિયાએ ડીજીસીએના નિયમોનું પાલન કર્યું ન હતું, તેથી 3 નવેમ્બરે કારણ બતાવો નોટિસ મોકલીને જવાબ આપવા માટે કહેવામાં આવ્યું હતું.ડીજીસીએ એ હવે કંપની પર 10 લાખનો દંડ ફટકરાયો છે .