
એર લાઇન્સમાં વારંવાર સર્જાતી ખામીઓ પર DGCA નું સખ્ત વલણ – સુરક્ષાના મામલે આદેશ જારી કર્યા
- એરલાઈન્સમાં ખામીઓના કારણે ડીજીસીએ એ સખ્ત વલણ અપનાવ્યું
- સુરક્ષાને લઈને કડક આદેશ કર્યા જારી
દિલ્હીઃ- છેલ્લા ઘણા સમયછી અનેક એર લાઈન્સમાં ખામીઓ સર્જાવાની ઘટનાઓ સામે આવી છે ત્યારે હવે ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન એ આ અંગે કડક વલણ અપનાવ્યું છે.આ સાથે જ DGCA અધિકારીઓએ તાજેતરમાં ઘણી ફ્લાઇટ્સનું સ્પોટ ચેકિંગ કર્યું છે.
ચેકિંગ બાદ કંપનીઓને સૂચના આપવામાં આવી છે કે કોઈપણ એરલાઈન્સના એરક્રાફ્ટને બેઝ અથવા એરપોર્ટ પરથી ત્યારે જ ટેકઓફ કરવાની મંજૂરી આપવામાં આવે જ્યારે તે સંસ્થાના લાઇસન્સ પ્રાપ્ત સ્ટાફે તેની સુરક્ષા અંગે મંજૂરી આપી હોય.
ડીજીસીએએ કહ્યું છે કે તેના આદેશનો અમલ 28 જુલાઈ સુધીમાં કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે છેલ્લા એક મહિનામાં સ્પાઈસ જેટ, ઈન્ડિગો જેવી એરલાઈન્સની ટેક્નિકલ ખામીના કારણે ઈમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું છે. એવું કહેવામાં આવ્યું છે કે DGCA દ્વારા સ્થળ પર જ સ્પોટ ચેકિંગ કરવામાં આવ્યું છે, જેમાં ખામીઓની ખોટી ઓળખ સાથે સંબંધિત મામલા પણ સામે આવ્યા છે.
તેમાં કહેવામાં આવ્યું છે કે એરક્રાફ્ટમાં શું ખોટું છે તે પણ યોગ્ય રીતે ઓળખવામાં આવી રહ્યું નથી. આ સિવાય ફ્લાઈટ્સમાં મિનિમમ ઈક્વિપમેન્ટ લિસ્ટમાં પણ ખામી રહેવાનો ટ્રેન્ડ જોવા મળ્યો છે. ઘણી જગ્યાએ, ફ્લાઇટના પ્રસ્થાન પહેલા તેમની સુરક્ષા મંજૂરી આપતા સ્ટાફની અછત જોવા મળે છે.ઉલ્લેખનીય છે કેMEL એ DGCA દ્વારા પ્રમાણિત સાધનોની યાદી છે. આવી સ્થિતિમાં, જો આ સૂચિબદ્ધ સાધનો ઉડાન પહેલા એરક્રાફ્ટમાં ઉપલબ્ધ ન હોય, તો માત્ર એક પ્રમાણિત એરક્રાફ્ટ મેન્ટેનન્સ એન્જિનિયર વિમાનને મંજૂરી આપે છે.