1. Home
  2. ગુજરાતી
  3. સાઉથના સુપરસ્ટાર ધનુષની હોલીવુડમાં એન્ટ્રી, આ કલાકરો સાથે ‘ધ ગ્રે મેન’ ફિલ્મમાં જોવા મળશે
સાઉથના સુપરસ્ટાર ધનુષની હોલીવુડમાં એન્ટ્રી, આ કલાકરો સાથે ‘ધ ગ્રે મેન’ ફિલ્મમાં જોવા મળશે

સાઉથના સુપરસ્ટાર ધનુષની હોલીવુડમાં એન્ટ્રી, આ કલાકરો સાથે ‘ધ ગ્રે મેન’ ફિલ્મમાં જોવા મળશે

0
  • સાઉથના સુપરસ્ટાર ધનુષનું હોલીવુડમાં ડેબ્યુ
  • રુસો બ્રધર્સની ફિલ્મ ‘ધ ગ્રે મેન’ માં જોવા મળશે
  • નેટફ્લિક્સે ટવિટર પર આ અંગે આપી માહિતી

બેંગ્લોર: સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ધનુષ પોતાના હોલીવુડ કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યા છે અને ટૂંક સમયમાં તે એન્થોની અને રુસોની ફિલ્મ ‘ધ ગ્રે મેન’ માં જોવા મળશે. ‘ધ ગ્રે મેન’ માં રેયાન ગોસ્લિંગ અને ક્રિસ ઇવાન્સ જેવા દિગ્ગજ હોલીવુડ અભિનેતા પણ જોવા મળશે. નેટફ્લિક્સની આ ફિલ્મ માર્ક ગ્રીનીના 2009 માં આવેલ ઉપન્યાસ ‘ધ ગ્રે મેન’ પર આધારિત હશે.

સુપરસ્ટાર ધનુષ આ ફિલ્મનો ભાગ બનવાની નેટફ્લિક્સે ટવિટર પર માહિતી આપી હતી. જો કે, તેના પાત્રને લગતી માહિતી હજી આપવામાં આવી નથી. ‘અડુકલમ’ અને ‘રાંઝણા’ જેવી હિટ ફિલ્મોમાં કામ કરી ચૂકેલા ધનુષે કહ્યું કે,”આ સારી એવી એક્શન ફિલ્મમાં કામ કરવાને લઈને હું ખુબ જ ઉત્સાહિત છું. ઘણા વર્ષોથી મને પ્રેમ કરવા અને મને સાથ આપવા બદલ મારા ફેંસનો આભાર. તમામ લોકો સાથે મને પ્રેમ છે,આવી રીતે પ્રેમ આપતા રહેજો.

ધનુષ હવે અક્ષય કુમાર અને સારા અલી ખાન સાથે ફિલ્મ ‘અતરંગી રે’ માં જોવા મળશે. આનંદ એલ રાયની ફિલ્મનું શૂટિંગ મદુરાઈ, દિલ્હી અને મુંબઇમાં થશે. સારા અને ધનુષે લોકડાઉન પહેલા વારાણસીમાં ફિલ્મનું પહેલું શેડ્યૂલ પૂરું કર્યું હતું. હિમાંશુ શર્મા દ્વારા લખાયેલ ‘અતરંગી રે’ 2021 માં આવવાની ધારણા છે.

-દેવાંશી

LEAVE YOUR COMMENT

Your email address will not be published.