1. Home
  2. ગુજરાતી
  3. ધૂરંધર-2 પાકિસ્તાન પહોંચી, યાઈરેટેડ વર્ઝન લોકો ટીવી પર નિહાળી રહ્યાં છે
ધૂરંધર-2 પાકિસ્તાન પહોંચી, યાઈરેટેડ વર્ઝન લોકો ટીવી પર નિહાળી રહ્યાં છે

ધૂરંધર-2 પાકિસ્તાન પહોંચી, યાઈરેટેડ વર્ઝન લોકો ટીવી પર નિહાળી રહ્યાં છે

0
Social Share

નવી દિલ્હી, 20 માર્ચ 2026: ભારતીય સિનેમાની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘ધુરંધર 2’ સિનેમાઘરોમાં રિલીઝ થતાની સાથે જ ચર્ચાનું કેન્દ્ર બની છે. આ ફિલ્મે બોક્સ ઓફિસ પર તમામ જૂના રેકોર્ડ ધ્વસ્ત કરી દીધા છે. જોકે, આ સફળતાની વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. રિલીઝના પહેલા જ દિવસે આ ફિલ્મ પાકિસ્તાન પહોંચી ગઈ છે, પરંતુ સિનેમાઘરોમાં નહીં પણ ટીવી સ્ક્રીન પર પાઈરેટેડ વર્ઝન તરીકે!

સોશિયલ મીડિયા પર કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં પાકિસ્તાનના લોકો પોતાના ઘરે ટીવી પર ‘ધુરંધર 2’ જોતા જોવા મળે છે. ખાલિદ મહમૂદ ખાલિદ નામના એક પાકિસ્તાની પત્રકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરતા લખ્યું, ‘લાહોરમાં ધુરંધર 2 જોઈ રહ્યો છું.’ આ પોસ્ટ વાયરલ થતા જ ભારતીય યુઝર્સે પાકિસ્તાનની ભારે ટ્રોલિંગ શરૂ કરી દીધી છે.

આ મામલે ફિલ્મ ‘ધુરંધર’ સાથે રિસર્ચ કન્સલ્ટન્ટ તરીકે જોડાયેલા જાણીતા પત્રકાર આદિત્ય રાજ કૌલે નિરાશા વ્યક્ત કરી છે. તેમણે લખ્યું કે, “ખૂબ જ દુઃખની વાત છે કે ‘ધુરંધર: ધ રિવન્જ’ નું પાઈરેટેડ વર્ઝન આજે જ પાકિસ્તાન પહોંચી ગયું.”

તેમણે વધુમાં ઉમેર્યું કે, એક પાકિસ્તાની પત્રકારે પોતે આ વાતની પુષ્ટિ કરી છે કે તે પોતાના ઘરની સ્ક્રીન પર ફિલ્મનો આનંદ માણી રહ્યો છે. આદિત્યએ કટાક્ષ કરતા લખ્યું કે, પાકિસ્તાનના લોકો ભારતીય સિનેમા વગર રહી શકતા નથી, ભલે તે ફિલ્મમાં તેમની આલોચના કે આતંકવાદ પર પ્રહાર કરવામાં આવ્યો હોય.

આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર મોટી ચર્ચા છેડાઈ છે. ભારતીય યુઝર્સ પાકિસ્તાન પર પાઈરેસી કરવાનો આરોપ લગાવી રહ્યા છે. લોકોનું કહેવું છે કે એક તરફ પાકિસ્તાન ભારતનો વિરોધ કરે છે અને બીજી તરફ ચોરી છૂપીથી ભારતીય ફિલ્મો જુએ છે.

રિપોર્ટ્સ અનુસાર, ‘ધુરંધર 2’ એ રિલીઝના પહેલા જ દિવસે ભારતીય સિનેમાના ઇતિહાસની સૌથી મોટી ઓપનિંગ મેળવી છે. સેકનિલ્કના આંકડા મુજબ, ફિલ્મે પ્રથમ દિવસે 102.55 કરોડ રૂપિયાની જંગી કમાણી કરી છે. આ આંકડો દર્શાવે છે કે પ્રેક્ષકોમાં આ ફિલ્મનો ક્રેઝ કેટલો જબરદસ્ત છે.

આ પણ વાંચોઃ ગાંધીનગરમાં પાલતું સ્વાન માટે હવે 15મી એપ્રિલ સુધી રજિસ્ટ્રેશન કરાવી શકાશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code