
કંઈ ઉંમરમાં ડાયાબિટીસ સૌથી ખતરનાક હોય છે, જાણો તેનાથી બચાવની ટિપ્સ
ક્રોનિક બીમારી હોવાને કારણે ડાયાબિટીસ ઘણી બીમારીઓનો ખતરો વધારી શકે છે. બદલાતી લાઈફ સ્ટાઈલના કારણે મોટી સંખ્યામાં લોકોમાં ડાયાબિટીસ વધી રહી છે. યુવાનો માં પણ આ બીમારીઓ ધીરે ધીરે વધી રહી છે.
બ્રિટનના ડાયાબિટીક એસોસિએશન અનુસાર, છેલ્લા ચાર-પાંચ વર્ષમાં 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોમાં ડાયાબિટીસના કેસમાં 23 ટકાનો વધારો થયો છે. આ સ્થિતિ માત્ર બ્રિટનમાં જ નહીં ભારતમાં પણ છે. આ સ્થિતિ માત્ર બ્રિટનમાં જ નહીં ભારતમાં પણ છે. અહીં પણ 30-40 વર્ષની વયના લોકોમાં ડાયાબિટીસ ઝડપથી વધી રહ્યો છે. જાણીએ કઈ ઉંમરમાં ડાયાબિટીસનું જોખમ સૌથી વધુ હોય છે અને તેનાથી બચવા શું કરવું જોઈએ…
રિપોર્ટ અનુસાર ટાઇપ 2 ડાયાબિટીસનું જોખમ 45 વર્ષની ઉંમર પછી સૌથી વધુ વધી જાય છે. આ પ્રકારની ડાયાબિટીસ અમેરિકામાં 14% લોકોમાં જોવા મળ્યો છે. આ તમામની ઉંમર 45 થી 64 વર્ષની વચ્ચે છે. આ સંખ્યા 18 થી 44 વર્ષની વયના લોકો કરતા લગભગ 5 ગણી વધારે છે. જેમ જેમ ઉંમર વધે છે તેમ ડાયાબિટીસનું જોખમ પણ વધે છે. ટાઇપ 2 ડાયાબિટીસ 65 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોમાં પણ જોવા મળે છે.
સૌ પ્રથમ તમારી લાઈફસ્ટાઈલમાં સુધારો કરો. ના તો વધુ પડતું મીઠુ અને ના તો વધારે ખારું. શક્ય હોય ત્યાં સુધી તેલયુક્ત વસ્તુઓથી દૂર રહો, લીલા શાકભાજી ખાઓ અને જંક ફૂડ, આલ્કોહોલ અને સિગારેટથી દૂર રહો.