Site icon Revoi.in

અફઘાનિસ્તાનમાં અમેરિકા છોડીને ગયેલા હથિયારો પૈકી મોટાભાગના હથિયારો આતંકીઓ પાસે પહોંચ્યા?

Social Share

2021 માં તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો મેળવ્યા પછી, તેને લગભગ 10 લાખ શસ્ત્રો અને લશ્કરી સાધનો મળ્યા હતા. આમાંથી મોટાભાગના શસ્ત્રો અમેરિકા અને નાટો દ્વારા અફઘાન સેનાને આપવામાં આવ્યા હતા. હવે ચર્ચાય રહ્યું છે કે આમાંથી લગભગ અડધા, એટલે કે 5 લાખ શસ્ત્રો ગુમ છે. સંયુક્ત રાષ્ટ્ર (યુએન) અને અન્ય ઘણા સ્ત્રોતો અનુસાર, આ શસ્ત્રો કાં તો ચોરાઈ ગયા છે અથવા આતંકવાદી સંગઠનોને વેચી દેવામાં આવ્યા છે.

2021 માં જ્યારે તાલિબાને અફઘાનિસ્તાન પર કબજો કર્યો, ત્યારે ઘણા અફઘાન સૈનિકો તેમના શસ્ત્રો અને વાહનો છોડીને ભાગી ગયા હતા. અમેરિકન સેનાએ કેટલાક શસ્ત્રો પણ પાછળ છોડી દીધા હતા. આમાં અમેરિકન M4 અને M16 રાઇફલ્સ તેમજ જૂના શસ્ત્રોનો સમાવેશ થતો હતો. એક અફઘાન અધિકારીએ જણાવ્યું કે તાલિબાનને 10 લાખ શસ્ત્રો અને સાધનો મળ્યા છે. જ્યારે તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતે કહ્યું કે બધા શસ્ત્રો સુરક્ષિત છે.

યુએનની એક બેઠકમાં તાલિબાને સ્વીકાર્યું કે 5 લાખ હથિયારો ગુમ છે. યુએનનું કહેવું છે કે આતંકવાદી જૂથો આ શસ્ત્રો ખરીદી રહ્યા છે અથવા ચોરી રહ્યા છે. ફેબ્રુઆરી 2025 માં પ્રકાશિત સંયુક્ત રાષ્ટ્ર (યુએન) ના અહેવાલમાં ખુલાસો થયો હતો કે તાલિબાન દ્વારા કબજે કરાયેલા શસ્ત્રો હવે અલ-કાયદા સાથે જોડાયેલા આતંકવાદી સંગઠનો સુધી પહોંચી રહ્યા છે. રિપોર્ટ અનુસાર, તહરીક-એ-તાલિબાન પાકિસ્તાન (TTP), ઇસ્લામિક મૂવમેન્ટ ઓફ ઉઝબેકિસ્તાન (IMU), ઇસ્ટ તુર્કિસ્તાન ઇસ્લામિક મૂવમેન્ટ (ETIM) અને અંસારુલ્લાહ મૂવમેન્ટ ઓફ યમન જેવા જૂથો આ શસ્ત્રોનો ઉપયોગ કરી રહ્યા છે અથવા કાળા બજારમાંથી ખરીદી રહ્યા છે.

તાલિબાન સરકારના નાયબ પ્રવક્તા હમદુલ્લાહ ફિતરતએ દાવો કર્યો હતો કે તાલિબાન સરકાર શસ્ત્રોની સુરક્ષા અને સંગ્રહને ખૂબ જ ગંભીરતાથી લઈ રહી છે. હમદુલ્લાહ ફિતરતે કહ્યું કે બધા હથિયારો સુરક્ષિત છે. ગાયબ થવાની વાત ખોટી છે. આ પરિસ્થિતિ પ્રાદેશિક અને વૈશ્વિક સુરક્ષા માટે ચિંતાનો વિષય છે. યુએન અને અન્ય દેશો આ બાબત પર નજર રાખી રહ્યા છે કારણ કે ગુમ થયેલા શસ્ત્રો આતંકવાદને વેગ આપી શકે છે.