
વડોદરામાં દાંડિયા બજારમાં જર્જરિત ઈમારત ધરાશાયીઃ 7 વ્યક્તિ કાળમાટ નીચે દબાયાં
- ફાયરબ્રિગેડની તાત્કાલિક ઘટના સ્થલે દોડી ગઈ
- બે પરિવારના સાત વ્યક્તિઓ દબાયાં હતા
અમદાવાદઃ વડોદરામાં એક જૂની ઈમારતોને એક ભાગ ધરાશાયી થયો હતો. જેના કાટમાળ નીચે 7 વ્યક્તિઓ ફસાયાં હતા. ટ્રાફિકથી ધમધમતા દાંડિયા બજાર મુખ્ય માર્ગ ઉપર બનેલી દુર્ઘટનામાં કોઇ જાનહાનિ થઇ નહોતી.
પ્રાપ્ત માહિતી અનુસાર દાંડિયા બજારમાં ફાયર સ્ટેશનની જૂની જર્જરિત બિલ્ડીંગનો કેટલોક ભાગ ધરાશાયી થયો હતો. મોડી રાતે સર્જાયેલા આ ઘટનાને પગલે નાસભાગ મચી ગઈ હતી. બિલ્ડીંગના કાળમાટ નીચે બે પરિવારના સાત વ્યક્તિઓ ફસાયાં હતા. આ બનાવની જાણ થતા સ્થાનિકો મોટી સંખ્યામાં એકત્ર થઈ ગયા હતા. તેમજ ફાયરબ્રિગેડની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ કાટમાળ હટાવીને સાત વ્યક્તિને બહાર કાઢવામાં આવ્યાં હતા. મોડી રાત્રે સર્જાયેલી દુઘર્ટમાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી. સદનસીબે આ બનાવમાં મોટી જાનહાની સર્જાઈ ન હતી.