
ધો.૧૨ સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રક અને પ્રમાણપત્રનું વિતરણ જુલાઇની આખરમાં કરાશે
અમદાવાદઃ રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ધોરણ 12 ની જાહેર પરીક્ષાઓ રદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. આ નિર્ણય બાદ સરકાર દ્રારા ધોરણ 12ના નિયમિત વિધાર્થીઓના પરિણામ તૈયાર કરવા અંગેની નીતિ કરવા માટે શિક્ષણવિદોની સમિતિની રચના કરી હતી. આ સમિતિ દ્વારા ધોરણ 12ના પરિણામને લઈ બેઠકોનો દોર હાથ ધર્યા બાદ પોતાની ભલામણો સરકારને સુપરત કરી છે. તે મુજબ પરિણામ તૈયાર કરીને આગામી જુલાઈ માસના અંતિમ સપ્તાહ ગુણપત્રક આપવાનો નિર્ણય રાય સરકાર દ્વારા કરવામા આવ્યો છે.
સેન્ટ્રલ બોર્ડ દ્વારા સુપ્રીમ કોર્ટમાં ધોરણ 12ના પરિણામ તૈયાર કરવા માટેની નીતિ રજૂ કરવામાં આવી હતી. જેમાં ધોરણ 10, ધોરણ 11 અને ધોરણ 12ના પરીક્ષાના પરિણામને ધ્યાનમાં લેવામાં આવેલ છે. સેન્ટ્રલ બોર્ડ દ્રારા ધોરણ 12 નું પરિણામ તૈયાર કરવા માટેની નીતિ અને રાજ્યની સ્થાનિક પરિસ્થિતિ ધ્યાને લઇ શિક્ષણ સમિતિ દ્વારા કરાયેલી ભલામણોનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યેા છે. જેથી શિક્ષણ બોર્ડ દ્રારા ધોરણ 12ના નિયમિત વિધાર્થીઓ માટેની ગુણાંકન નીતિ અને માપદડં નક્કી કરવામાં આવ્યા છે.
ધોરણ 12 ના પરિણામ તૈયાર કરવા માટે 50 ટકા ગુણ ભાગ ધોરણ 10ના બોર્ડના પરિણામનું રાખવામાં આવ્યું છે. જ્યારે 25 ગુણ ધોરણ 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલી પ્રથમ સામાન્ય કસોટી અને દ્વિતિય સામયિક કસોટીના ગુણ આધારે આપવામાં આવશે. જ્યારે 25 ગુણ ધો. 12ની પ્રથમ સામયિક કસોટી અને વર્ષ દરમિયાન યોજાયેલી વિષય એકમ કસોટીના આધારે આપવામાં આવશે. આમ આ વખતે ધો–12ની પરીક્ષાના પરિણામમાં ધો. 10નુ વેઇટેજ 50 ટકા રાખવામાં આવ્યું છે.
ધો. 10ના બોર્ડના વિષયવાર પરિણામના આધારે ધો. 12ના જૂથ મુજબના વિષયમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જ્યારે ધો 11ના નિયમિત અભ્યાસ દરમિયાન યોજાયેલા ધો. 11ની પ્રથમ સામાયિક કસોટી અને દ્વિતિય સામયિક કસોટીમાંથી મેળવેલા કુલ ગુણના સરેરાશ ગુણ આધારે 25 ગુણ મુલ્યાંકન કરશે. આ રીતે ધો. 12ની પ્રથમ સામાયિક કસોટી અને વર્ષ દરમિયાન યોજાયેલી વિષય એકમ કસોટી એમ કુલ 125 ગુણમાંથી મેળવેલ ગુણ આધારે 25 ગુણ મૂલ્યાંકન કરવાનો નિર્ણય લેવાયો છે.
શાળાઓને તેમના વિધાર્થીઓના ગુણ ઓનલાઇન અપલોડ કરવા માટે પણ બોર્ડ દ્રારા સૂચના આપવામાં આવી છે. ધો. 12ના નિયમિત વિધાર્થીઓને દર વર્ષની જેમ ગુણપત્રક અને પ્રમાણપત્ર બોર્ડ દ્રારા આપવામાં આવશે. બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલી પદ્ધતિ મુજબ વિધાર્થીઓના પરિણામનું શાળાઓ દ્વારા આખરીકરણ 19 જૂનથી 25 જૂન દરમિયાન કરવામાં આવશે. જ્યારે શાળાઓ દ્વારા તૈયાર કરેલા પરિણામની બોર્ડની વેબસાઇટ પર અપલોડ કરવાની કાર્યવાહી 21 જુલાઈ સુધી થશે.
બોર્ડ દ્રારા ધો.–12 વિજ્ઞાન પ્રવાહના વિધાર્થીઓ માટેનું પરિણામ જુલાઈના બીજા અઠવાડિયામાં ઓનલાઇન જાહેર કરવામાં આવશે. યારે ધો. 12 સામાન્ય પ્રવાહના વિધાર્થીઓને પરિણામ જુલાઇના ત્રીજા સાહમાં ઓનલાઇન જાહેર કરાશે. જ્યારે ધો. 12સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના ગુણપત્રક અને પ્રમાણપત્ર વિતરણ જુલાઈના અંતિમ અઠવાડિયામાં કરાશે.