
ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીવી આરોગ્ય માટે હાનીકારક
લોકોની સવાર ચા સાથે થાય છે અને ચાને અનેક લોકો અમૃત માને છે. મહેમાન આવે ત્યારે તેને પીવડાવવામાં આવે છે. આ ઉપરાંત આપણા ત્યાં બારેય મહિના ચા બનતી હોય છે. તેમજ માથામાં દુઃખાવો અને થાક ઉતારવા માટે લોકો ચા પીવે છે. એટલું જ નહીં કેટલાક લોકો પડી રહેલી ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીવાનું પસંદ કરતા હોય છે. જો કે, આ આદત આરોગ્યને નુકસાન પહોંચાડે છે. જેથી ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીવાનું ટાળવું જોઈએ.
ઠંડી ચાને ફરીથી ગરમ કરીને પીવાથી આપનું શરીર કેટલીક બીમારીઓનું ઘર બની શકે છે. ચારને ફરીથી ગરમ કરવાથી તેનો સ્વાદ અને સુંગધ ગાયબ થઈ જાય છે એટલું જ નહીં તેમાં રહેલા પોષક તત્વો પણ નાશ પામે છે. જેથી આવી ચા પીવાથી ઝાડા, ઉલટી, પેટમાં દુઃખાવો અને પાચનની સમસ્યાઓ ઉભી થાય છે. ચા બનાવ્યા બાદ ચાર કલાક સુધી પડી રહે તો તેમાં બેકટેરિયા અને જીવાણું પ્રવેશે છે. આપણે મોટાભાગે દૂધની ચા બનાવીને પીવીએ છીએ, જેમાં ઝડપથી માઈક્રોબ્સ પેદા થવાનો ખતરો ઉભો થાય છે. આ ઉપરાંત ચાને લાંબો સમય સુધી પડી રાખ્યાં બાદ ફરીથી ગરમ કરવાથી તેમાંથી ટેનિન બહાર નીકળી જાય છે જેના કારણે ચાનો સ્વાદ કડવો લાગે છે.
ચા બન્યાંના 15 મિનિટના સમયગાળામાં જ ફરીથી ગરમ કરીને પી શકાય છે. જો કે, લાંબા સમય બાદ તેને ફરીથી ગરમ કરીને પીવાથી અનેક બીમારીઓને આમંત્રણ આપવા સમના છે.