
નવરાત્રિમાં આ અચૂક ઉપાય કરો, રહેશે ધનની દેવી લક્ષ્મીની કૃપા
શક્તિનો પર્વ નવરાત્રી ખૂબ જ શુભ માનવામાં આવે છે.આ દિવસોમાં સાચા મનથી કરવામાં આવેલી પૂજા અને શુદ્ધ કર્મ અવશ્ય ફળ આપે છે. નવરાત્રીમાં મુખ્યત્વે મા મહાલક્ષ્મી, મા મહાકાલી અને જ્ઞાનની દેવી મા સરસ્વતીની આરાધના થાય છે.આવી સ્થિતિમાં, નવરાત્રિના અવસર પર વાસ્તુ સંબંધિત કેટલાક ઉપાય કરવાથી તમે દેવી માતાને પ્રસન્ન કરીને ઇચ્છિત પરિણામ મેળવી શકો છો.તો જાણો તે ઉપાયો શું છે
નવરાત્રિના આખા 9 દિવસ સુધી લાલ ચુનરીમાં 5 પ્રકારના ડ્રાયફ્રૂટ્સ રાખો અને માતાને અર્પણ કરો.પછી આ પ્રસાદ જાતે જ ખાઓ.એવું માનવામાં આવે છે કે આનાથી લાંબા સમયથી અટકેલું કામ પૂર્ણ થાય છે.
જો તમે આર્થિક સંકટ કે દેવાથી દબાયેલા છો તો નવરાત્રિમાં મખાનામાં સિક્કા મિક્સ કરીને દેવીને અર્પણ કરો અને પછી ગરીબોમાં વહેંચો.
નવરાત્રિના આખા નવ દિવસ સુધી ઘીના દીવામાં 4 લવિંગ નાખીને સવારે અને સાંજે દેવી માતાની સામે દીવો પ્રગટાવો.એવું માનવામાં આવે છે કે,આનાથી પરિવાર પરની ખરાબ નજર દૂર થશે.તેની સાથે ઘરમાં સુખ, સમૃદ્ધિ અને શાંતિ રહેશે.