
શું તમને ભર ઠંડીમાં પણ લાગે છે ગરમી અને થાય છે પરસેવો,તો લાઈટલી ન લો,હોય શકે છે ઘણી બીમારીના સંકેત
- શિયાળામાં ગરમી લાગવી અનેક બીમારીના સંકેત
- પ્રેશન હાઈ થવાથી પણ ગરમી લાગે છે
હાલ શિયાળો ચાલી રહ્યો છે અનેક સ્થળોએ ઠંડીએ માજા મૂકી છે,ઠંડીના કારણે ઘણા લોકો થરથર ઘ્રુજી છે જો કે આવી સ્થિતમાં ઘણા લોકો એવા પણ છે જેને ઠંડીમાં પણ ગરમીનો અનુભવ થાય છે અને સાથે જ પરસેવો પણ થાય છે,જો તમને પણ આમ થયું હોય તો તમારે હવે ચેતી જવાની જરુર છે કારણ કે છંડીમાં પરસેવો થવો એ ખૂબ ગંભીર સમસ્યા છે જે અનેક બીમારીને નોતરી શકે છે.
આમ તો જો તમે ખોરાકમાં સ્પાઈસી ખોરાક લેતા હોવ તો પણ સપીનો થાય છે.બ્રેનને એવા સિગ્નલ્સ મળવા લાગે છે, જેના કારણે પરસેવો વળવા લાગે છે.પણ તમે સાદો ખોરાક લો છો છત્તાં પણ ગરમી અને પરસેવાનો સામનો કરો છો તો તમારે સારા ડોક્ટરની મુલાકાત લઈને નિદાન કરાવવું જોઈએ.
જો તમાપું બ્લેડ શુગર ઓછુ થાય ચો તમને ગરમી લાગી શકે છે.શુગરનું લેવલ સામાન્ય એટલે કે 70 થી 100 થી ઓછું હોય તો વ્યક્તિને વધારે પરસેવો વળવા લાગે છે. જો શિયાળામાં પરસેવો વળવા લાગે તો સમજી જવું કે, તમારું શુગર લેવલ ઓછું થવાનો સંકેત હોઈ શકે છે.આવી સ્થિતિમાં ડોક્ટરની સલાહ લેવી જરુરી બને છે.
આ સાથે જ ઠંડીમાં ગરમી લાગની અને પરસેવો થવાનું બીજુ કારણે હાઈપર હાઈડ્રોસિસ હોય શકે છે જેમાં દર્દીને બહુ વધારે પરસેવો વળે છે. આ સમસ્યામાં વ્યક્તિને પગનાં તળીયાં અને હાથની હથેળીઓમાં પણ પરસેવો વળે છે.તો આમ થતું હોય તો આ બાબત ગંભીરતાથી લેવી જોઈએ અને ડોક્ટર પાસે તપાસ કરાવી લેવી જોઈએ
આ સાથે જ એક બ્લડ પ્રેશરના કારણે પણ ઠંડીમાં ગરમી લાગવી ્ને પરસેવો થવાની સમસ્યા રહે છે.જેમાં લોહીનું પરિભ્રમણ ધીમું પડવા લાગે છે. લો બ્લડ પ્રેશરના કારણે લોહી હ્રદય સુધી સરખી રીતે પહોંચી શકતું નથી. જેનાથી વ્યક્તિને હાર્ટ અટેક આવવાની શક્યતાઓ વધી જાય છે. અને જો એ પણ ભરઠંડીમાં તમે આ સ્થિતિનો સામનો કરી રહ્યા છો તો વહેલી તકે ડોક્ટર પાસે સારવાર કરાવી લેવી જોઈએ