
શું તમને ડાયાબિટીસ છે? તો મુસાફરી કરતા સમયે આ વાતોનું રાખો ધ્યાન
આજના સમયમાં મિશ્રણવાળું અને અશુદ્ધ જમવાની વસ્તુઓના કારણે લોકોને અનેક પ્રકારની બીમારીઓ થાય છે. આ બીમારીઓમાં સૌથી સામાન્ય અને લાંબા સમય માટે તકલીફ આપતી બીમારી છે ડાયાબિટીસ અને બ્લડપ્રેશર કે જે મોટાભાગના લોકોમાં આજના સમયમાં જોવા મળે છે.
આવામાં જો વાત કરવામાં આવે ડાયાબિટીસની તો જે લોકોને ડાયાબિટીસ છે તે લોકોએ મુસાફરી કરતા પહેલા અથવા મુસાફરીના સમયે કેટલીક વાતનું ધ્યાન રાખવું જોઈએ. જેમ કે સૌથી પહેલા તો ટ્રાવેલિંગ દરમિયાન તમારી સાથે સુગર લેવલ ચેકીંગ મશીન રાખો. ડાયાબિટીસના દર્દી વારંવાર આ ભૂલનું પુનરાવર્તન કરે છે અને તેમને રસ્તામાં સમસ્યાઓ થવા લાગે છે.
માત્ર ડાયાબિટીસના દર્દીઓ જ નહીં, દરેક વ્યક્તિએ સામાન્ય જીવનમાં મુસાફરી દરમિયાન પુષ્કળ પાણી પીવું જોઈએ. પાણી પીવાથી શરીરમાંથી ઘણા ઝેરી તત્વો દૂર થાય છે અને બ્લડ શુગર લેવલ પણ નિયંત્રણમાં રહે છે.
ઘણીવાર લોકો ડૉક્ટરની સલાહ લીધા વિના જ ટ્રાવેલિંગ કરતા હોય છે. ડાયાબિટીસના દર્દીઓએ ભૂલથી પણ આ ન કરવું જોઈએ. તેઓએ તેમના તમામ તપાસ કરાવવી જોઈએ. મોટા ભાગના કિસ્સાઓમાં એવું જોવામાં આવ્યું છે કે લોકો ટ્રિપ પર ગયા પછી પોતાની ફિટનેસ પ્રત્યે એટલી કાળજી રાખતા નથી જેટલી સામાન્ય જીવનમાં હોય છે.