શું તમે કુસુમનું તેલ વિશે જાણો છો ,જો નહી તો હવે જાણીલો શેમાથી બને છએ આ તેલ અને શું છે તેના ઉપયોગ
- કુસુમનું તેલ ઘણી રીતે ઉપયોગી
- વાળની સુંદરતા વધારે છે આ તેલ
કુસુમ તેલ એ વનસ્પતિ તેલ છે. જેનો ઉપયોગ રસોઈ બનાવવા અને સ્વાસ્થ્ય લાભ મેળવવા માટે થાય છે. આ તેલમાં એવા ઔષધીય ગુણો છે જેના કારણે તેનો ઉપયોગ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓના આયુર્વેદિક ઉપચારમાં થાય છે
. કુસુમ તેલનો ઉપયોગ વજન ઘટાડવા અને ત્વચાની સમસ્યાઓ દૂર કરવા માટે અસરકારક માનવામાં આવે છે. આ સાથે જ કુસુમ તેલનો ઉપયોગ હૃદય, મગજ અને રક્તવાહિનીઓ માટે પણ સારો છે. કુસુમના છોડના બીજમાંથી કુસુમનું તેલ મેળવવામાં આવે છે. તેનું બોટનિકલ નામ કાર્થમસ ટિંક્ટોરિયસ છે. ઘણા લોકો તેને ખોટા કેસરના નામથી પણ ઓળખે છે
આ થિસલ જેવો છોડ ડેઝી પરિવારનો છે, જે ગરમ અને શુષ્ક વાતાવરણમાં જોવા મળે છે. સૌપ્રથમ કુસુમની ખેતી ચીન, ભારત, ઈરાન અને ઈજીપ્તમાં કરવામાં આવી હતી, કુસુમનો છોડ મુખ્યત્વે તેલીબિયાં પાક તરીકે ઉગાડવામાં આવે છે. કુસુમના ફૂલોનો ઉપયોગ ખોરાક બનાવવા, કપડાં રંગવા અને વિવિધ પ્રકારની દવાઓ તૈયાર કરવા માટે થતો હતો.
કુસુમ તેલનો ઉપયોગ ખાદ્ય તેલ તરીકે થાય છે પરંતુ તે બધાને સરળતાથી ઉપલબ્ધ નથી. આ ઉપરાંત ઔષધીય ગુણોથી ભરપૂર એવા કુસુમ તેલની માંગ પણ ઘણી વધારે છે અને ઓછા ઉત્પાદનને કારણે તે બધા લોકો માટે ઉપલબ્ધ નથી
કુસુમના તેલ એન્ટિ-એથેરોજેનિક – રક્ત વાહિનીઓમાં ચરબી જમા થતી અટકાવે છે.આ સાથે જ એન્ટિ-હાયપરલિપિડેમિક એટલે કે લોહીમાં વધારાનું લિપિડ અથવા કોલેસ્ટ્રોલ ઘટાડે છે.આ સાથે જ આ તેલમાં રહેલા તત્વ હૃદયના સ્વાસ્થ્યને સુધારે છે. સાથે જ લોહી ગંઠાઈ જતું અટકાવે છે.