
તમે જાણો છો આપણા હાડકામાંથી શા માટે કટ એવો અવાજ આવે છે?
- શિયાળામાં ખાસ કસરત કરીને હેલ્ધ સારી રાખવી જોઈએ
- હાડકાઓને મજબૂત બનાવવા કસરત મહત્વની છે
સામાન્ય રીતે ઘણી વખત આપણા હાથના કાંડા, પગના ઘુંટણ પગની ગૂટિ જેવા જ્યા જ્યા સાઁઘા હોય છે ત્યા કટ કટ અવો અવાજ આવતો હોય છે, ઘણા લોકોના મનમાં સવાલ થતો હશે કે આ હાડકામાંથી અવાજ શા માટે આવે છે? જો કે આ બાબત સામાન્ય છે. ઉંમર વધવાની સાથે સાંધામાં આ પ્રકારના અવાજમાં વધારો થઈ શકે છે. આવી સ્થિતિમાં ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ
આ મામલે કરવામાં આવેલા એક અભ્યાસમાં દર્શાવવામાં આવ્યું હતું કે જે લોકોને આંગળીના ટચકા ફોડવાની આદત હોય છે તેઓના શરીરના અન્ય સાંધામાં આ પ્રકારના અવાજ આવવાની વધારે શક્ય.તાઓ રહેલી છે. આ પ્રકારના અવાજ આવવા પાછળ પણ ઘણાં કારણો જવાબદાર રહેલા છે કે જેમાં માંસપેશીઓમાં ખેંચાણ, ઉંમરમાં વધારો અને સંધિવા હોય છે,. આ માટે જ દરરોજ હળવી સ્ટ્રેચિંગ કસરત પણ કરવી જોઈએ.
ઘણાં લોકોને નવરાશની પળોમાં આંગળીના ટચાકા ફોડવાની આદત હોય છેઆગળીના ટચકાની સાથે અનેક લોકો પોતાના સાંધા, ગરદન અને પીઠના ટચાકા ફોડવાના પ્રયાસ કરતા હોય છે. જો તમે કસરત કરો છો તો આ પ્રકારની સમસ્યામાંથી બચી શકો છો.
ખાસ કરીને જે લોકોને આ પ્રકારના અવાજ આવવાની ફરીયાદ હોય તેમણે રોજ સવારે 30 મિનિટ કસરત માટે ફઆળવવી જોઈએ જેનાથઈ શરીર તંદુરસ્ત બને છે અને હાડકાઓ મજબૂત બને છે.
આ પ્રકારની ફરીયાદ વાળા લોકોએ ખાસ કરીને તણાવ દૂર કરવા માટે ઊંડા શ્વાસ લેવા જોઈએ,ગરદન અને પગને ગોળ ઘૂમાવાની હળવી કસરતો પણ કરવી જોઈએ જેથી આવા અવાજ આવતા ઓછા અથવા બંધ થી શકે છે.