ઉનાળાની ગરમીમાં મેકઅપ થઈ જાય છે ખરાબ? આ 5 સરળ ટિપ્સ અપનાવો
ઉનાળાની શરૂઆત થતાની સાથે જ તડકો, પરસેવો અને ભેજવાળું વાતાવરણ મેકઅપ પ્રેમીઓ માટે મુશ્કેલી ઉભી કરે છે. સવારે ખૂબ જ મહેનતથી કરેલો મેકઅપ ગણતરીના કલાકોમાં જ પરસેવા અને ઓઈલને કારણે ફિક્કો પડવા લાગે છે. જો તમે પણ ઈચ્છો છો કે તમારો લુક કલાકો સુધી સ્મજ-ફ્રી અને આકર્ષક રહે, તો નિષ્ણાતો દ્વારા સૂચવવામાં આવેલી આ ખાસ ટિપ્સ તમારા માટે વરદાન સાબિત થઈ શકે છે.
-
સ્કિનને મેકઅપ માટે તૈયાર કરો
મેકઅપની શરૂઆત હંમેશા ક્લીન ફેસથી કરવી જોઈએ. સૌ પ્રથમ માઈલ્ડ ફેસવોશથી ચહેરો સાફ કરો જેથી ધૂળ અને ઓઈલ નીકળી જાય. ત્યારબાદ ટોનરનો ઉપયોગ કરો જે છિદ્રોને ટાઈટ કરવામાં મદદ કરે છે. ગરમીમાં હેવી મોઈશ્ચરાઈઝરને બદલે લાઈટવેઈટ અથવા જેલ-બેઝ્ડ મોઈશ્ચરાઈઝર પસંદ કરો. જો તમારી ત્વચા વધુ પડતી ઓઈલી હોય, તો મેકઅપ પહેલા 1-2 મિનિટ ચહેરા પર બરફ ઘસવાથી પરસેવો ઓછો આવે છે.
- પ્રાઈમર લગાવવાનું ભૂલશો નહીં
ઉનાળામાં પ્રાઈમર એ મેકઅપનો સૌથી મહત્વનો ભાગ છે. તે ત્વચાને સ્મૂધ બનાવે છે અને મેકઅપને ઓગળતો અટકાવે છે. ખાસ કરીને ટી-ઝોન (કપાળ, નાક અને દાઢી) પર મેટિફાઈંગ પ્રાઈમર જરૂર લગાવો, કારણ કે ત્યાં સૌથી વધુ ઓઈલ જમા થાય છે.
- હળવો અને વોટરપ્રૂફ મેકઅપ પસંદ કરો
વધુ પડતા ફાઉન્ડેશનના લેયર્સ ઉનાળામાં મેકઅપને જલ્દી ખરાબ કરી દે છે. તેથી, ભારે ફાઉન્ડેશનને બદલે બીબી ક્રીમ અથવા ટિન્ટેડ મોઈશ્ચરાઈઝર વાપરો. આંખોના મેકઅપ માટે હંમેશા વોટરપ્રૂફ કાજલ, મસ્કારા અને આઈલાઈનરનો જ આગ્રહ રાખો જેથી ભેજને કારણે તે ફેલાય નહીં.
- સેટિંગ પાવડર અને સ્પ્રેનો જાદુ
મેકઅપને લાંબો સમય લોક કરવા માટે સેટિંગ ખૂબ જરૂરી છે. ફાઉન્ડેશન અને કન્સિલર લગાવ્યા પછી તેને ટ્રાન્સલુસન્ટ પાવડરથી સેટ કરો. છેલ્લે, આખા મેકઅપ પર સેટિંગ સ્પ્રેનો છંટકાવ કરો. આ સ્પ્રે મેકઅપને પરસેવા સામે રક્ષણ આપે છે અને તેને ફાટતા અટકાવે છે.
- બ્લોટિંગ પેપર હંમેશા સાથે રાખો
દિવસ દરમિયાન ચહેરા પર વધારાનું તેલ દેખાય તો વારંવાર પાવડર લગાવવાને બદલે બ્લોટિંગ પેપરનો ઉપયોગ કરો. તે મેકઅપને નુકસાન પહોંચાડ્યા વગર વધારાનું ઓઈલ સોષી લે છે, જેનાથી તમારો લુક લાંબા સમય સુધી ફ્રેશ જળવાઈ રહે છે.
Summer Makeup Tips in Gujarati,Waterproof Makeup Guide, How to keep makeup looking good in summer, Beauty Care Tips 2026


