
ઉત્તરાખંડમાં યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ તૈયાર, ડ્રાફ્ટમાં ક્યાં મુદ્દાનો કરાયો છે સમાવેશ… જાણો
નવી દિલ્હીઃ દેશમાં યુનિફોર્મ સિવિલ કોડ એટલે કે UCC લાવવાની ચર્ચા ફરી એકવાર તેજ થઈ ગઈ છે. UCC પર લો કમિશનના લોકોનો અભિપ્રાય માંગ્યા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ તેના પર ચર્ચા શરૂ કરી છે. દરમિયાન, ઉત્તરાખંડની પુષ્કર સિંહ ધામી સરકાર UCC પર કાયદો ઘડવાની દિશામાં એક ડગલું આગળ વધી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર યુનિફોર્મ સિવિલ કોડનો ડ્રાફ્ટ લગભગ તૈયાર હોવાનું જાણવા છે. રાજ્ય સરકાર દ્વારા રચાયેલી આ સમિતિએ રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ અને સામાન્ય લોકો પાસેથી મળેલા સૂચનોના આધારે ડ્રાફ્ટ તૈયાર કર્યો છે. આ ડ્રાફ્ટ ટૂંક સમયમાં સરકારને સોંપવામાં આવશે.
ઉત્તરાખંડના સમાન નાગરિક સંહિતા માટે લગભગ 2 લાખ 31 હજાર સૂચનોમાંથી આ સૂચનોને અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું છે. આ સૂચનો યુનિફોર્મ સિવિલ કોડના અંતિમ ડ્રાફ્ટમાં સામેલ કરવામાં આવશે. ઉત્તરાખંડનો સમાન નાગરિક સંહિતા દેશના સમાન નાગરિક સંહિતાનો નમૂનો બની જશે. કાયદા પંચે ઉત્તરાખંડની યુનિફોર્મ સિવિલ કોડ કમિટી સાથે પણ ચર્ચા કરી છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર આ ડ્રાફ્ટ મુજબ લગ્નની નોંધણી ફરજિયાત હશે, હલાલા અને ઈદ્દત પર પ્રતિબંધ રહેશે અને લિવ-ઈન રિલેશનશિપની વિગતો આપવી જરૂરી રહેશે. આ સાથે ઉત્તરાખંડ યુસીસી વસ્તી નિયંત્રણની વાત પણ ચાલી રહી છે.
- UCC પર ઉત્તરાખંડના ડ્રાફ્ટમાં શું છે?
લગ્ન માટે છોકરીઓની વય મર્યાદા વધારવામાં આવશે, લગ્ન પહેલા ગ્રેજ્યુએટ થઈ જાવ એટલી વય મર્યાદા વધશે, લગ્નની નોંધણી કોઈપણ સંજોગોમાં જરૂરી રહેશે, નોંધણી વગર સરકારી યોજનાનો લાભ નહીં, ગામ કક્ષાએ લગ્ન નોંધણીની સુવિધા, પતિ અને પત્ની બંનેને છૂટાછેડા માટે સમાન આધાર મળશે, છૂટાછેડાનો આધાર પતિ અને પત્ની બંનેને લાગુ પડશે, બહુપત્નીત્વ પર પ્રતિબંધ હશે, હલાલા અને ઇદ્દત પર પ્રતિબંધ મૂકવામાં આવશે, છોકરીઓને છોકરાઓની જેમ વારસામાં સમાન હિસ્સો મળશે, લિવ-ઇનની ઘોષણા જરૂરી તથા વાલીઓને જાણ કરવામાં આવશે, જો બાળક અનાથ હોય તો વાલીપણાની પ્રક્રિયા સરળ બનશે, પતિ-પત્ની વચ્ચે ઝઘડના કિસ્સામાં બાળકોની કસ્ટડી દાદા-દાદીને, વસ્તી નિયંત્રણની વાત કરીએ તો બાળકોની સંખ્યા નક્કી કરી શકાય છે અને દરેક વ્યક્તિને દત્તક લેવાનો અધિકાર હશે, જેવા મુદ્દાઓનો ડ્રાફ્ટમાં સમાવેશ કરાયો હોવાનું જાણવા મળે છે.