1. Home
  2. ગુજરાતી
  3. DRDOએ બનાવી DIPCOVAN, માત્ર 75 રૂપિયામાં જાણી શકશો તમારા શરીરમાં એન્ટિબોડી કેટલી છે
DRDOએ બનાવી DIPCOVAN, માત્ર 75 રૂપિયામાં જાણી શકશો તમારા શરીરમાં એન્ટિબોડી કેટલી છે

DRDOએ બનાવી DIPCOVAN, માત્ર 75 રૂપિયામાં જાણી શકશો તમારા શરીરમાં એન્ટિબોડી કેટલી છે

0
Social Share
  • હવે 75 રૂપિયામાં જાણો તમારા શરીરની એન્ટિબોડી વિશે
  • DRDOએ બનાવી DIPCOVAN
  • મોટી સંખ્યામાં લોકોને થશે ફાયદો

દિલ્લી: કોરોનાવાયરસ સામેની લડાઈમાં ડીઆરડીઓને મહત્વની સફળતા મળી છે. DRDO દ્વારા 2-ડીજી જેવી દવા બનાવ્યા બાદ હવે કોરોના સામે લડવા માટે એન્ટિબોડી ડિટેક્શન કીટ DIPCOVAN  બનાવી છે. દિલ્લીના વેનગાર્ડ ડાયગ્નોસ્ટિકના સહયોગથી બનાવવામાં આવી છે. DIPCOVANના કીટથી જાણી શકાય છે કે માણસના શરીરમાં કોરોનાથી લડવા માટે કેટલા પ્લાઝ્મા અને એન્ટિબોડીની જરૂર છે.

હાલમાં આ કિટનું 1000 લોકો પર પરિક્ષણ કરવામાં આવશે, જો કે ICMR દ્વારા આ કિટને એપ્રિલમાં જ મંજૂરી આપી દેવામાં આવી હતી અને DCGIએ પણ આને મે મહિનામાં મંજૂરી આપી દીધી છે. જાણકારી અનુસાર આને જૂન મહિનામાં બજારમાં લોંચ કરવામાં આવશે અને દરેક ટેસ્ટની કિંમત 75 રૂપિયા હશે.

ડીપકોવિન, સ્પાઇક અને ન્યુક્લોકપ્સિડ પ્રોટીનને પણ શોધી શકે છે, તે પણ ઉચ્ચ સંવેદનશીલતા 97 ટકા અને 99 ટકાની વિશિષ્ટતાની સાથે. આ કીટનું પરીક્ષણ 1000 થી વધુ દર્દીઓ પર કરવામાં આવશે. કોરોના સામેના યુદ્ધમાં તે મહત્વનું માનવામાં આવે છે. વેક્સિનેશનના સમયે પણ આ માહિતીની સહાયથી જરૂરી પગલાં લેવામાં આવશે.

અગાઉ, ડીઆરડીઓની એન્ટિ-કોરોનરી ડ્રગ 2-ડીજી 17 મેના રોજ શરૂ કરવામાં આવી હતી. સંસ્થાના જણાવ્યા અનુસાર, 2-ડીજી ડ્રગ કોરોના દર્દીઓ માટે ઓક્સિજનની જરૂરિયાત ઘટાડશે

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code