1. Home
  2. ગુજરાતી
  3. ડ્રીમ ગર્લ હેમા માલિનીનો જન્મદિવસ,અનેક મોટા એકટર્સ સાથે કર્યું કામ 
ડ્રીમ ગર્લ હેમા માલિનીનો જન્મદિવસ,અનેક મોટા એકટર્સ સાથે કર્યું કામ 

ડ્રીમ ગર્લ હેમા માલિનીનો જન્મદિવસ,અનેક મોટા એકટર્સ સાથે કર્યું કામ 

0
Social Share
  • બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીનો આજે જન્મદિવસ
  • એક્ટ્રેસે ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કર્યું છે કામ
  • ‘સપના કે સૌદાગર’ ફિલ્મથી કરી કારકિર્દીની શરૂઆત 

મુંબઈ:આજે બોલિવૂડની ડ્રીમ ગર્લ હેમા માલિનીનો જન્મદિવસ છે. તે તેના સમયની સૌથી સુંદર અભિનેત્રીઓમાંની એક રહી છે.તે સમયે હેમા માલિનીને પસંદ કરનાર  ચાહકો જ નહીં પરંતુ ઘણા બોલિવૂડ કલાકારો પણ હતા.અભિનેત્રીએ પોતાની ફિલ્મી કારકિર્દીમાં એકથી વધુ હિટ ફિલ્મો આપી છે.દરેક વ્યક્તિ અભિનેત્રીના અભિનય તેમજ તેની સુંદરતા માટે દિવાના છે. હેમા માલિની માત્ર એક્ટિંગમાં જ નહીં પણ ડાન્સિંગની ઘણી કળામાં પારંગત છે.

7૩ વર્ષની ઉંમરે પણ અભિનેત્રી ખૂબ જ ફિટ અને સુંદર દેખાય છે. ફિલ્મી કારકિર્દીની સાથે અભિનેત્રી રાજકારણમાં પણ ખૂબ સક્રિય હતી. હાલમાં તે મથુરાથી ભાજપના સાંસદ છે.તો ચાલો જાણીએ તેના જન્મદિવસના ખાસ પ્રસંગે તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ બાબતો જાણીએ.

હેમા માલિનીનો જન્મ 16 ઓક્ટોબર 1948 માં તમિલનાડુના અમનકુડીમાં થયો હતો. હેમા માલિની તેના સમયની ટોચની અભિનેત્રી હતી. તેણીએ ઘણી બ્લોકબસ્ટર ફિલ્મોમાં કામ કર્યું, તે એટલી સુંદર દેખાતી હતી કે તેને ડ્રીમ ગર્લ તરીકે ઓળખવામાં આવી.

હેમા માલિની દક્ષિણ ભારતથી આવે છે. તેમ છતાં તેમણે હિન્દી ફિલ્મોમાં ઘણું નામ કમાવ્યું. આજે પણ લોકો તેમના અભિનયના વખાણ કરતા થાકતા નથી. હેમા માલિનીને 10 માં ધોરણથી ફિલ્મોની ઓફર મળવા લાગી અને 11 માં ધોરણથી ફિલ્મોમાં કામ કરવાનું શરૂ કર્યું. વર્ષ 1961 માં તેણીએ તેલુગુ ફિલ્મ ‘પાંડવ વનવાસન’ માં નૃત્યાંગનાની ભૂમિકા ભજવી હતી. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત 1968 માં ‘સપના કે સૌદાગર’ થી કરી હતી. આ ફિલ્મમાં રાજ કપૂર મુખ્ય ભૂમિકામાં હતા અને તેમણે કહ્યું હતું કે,તમે ફિલ્મ જગતના મોટા સ્ટાર બનશો અને એવું જ થયું.

આ પછી હેમા માલિનીએ 1970 માં ‘જોની મેરા નામ’માં કામ કર્યું. આ તેમની કારકિર્દીની સુપરહિટ ફિલ્મ હતી. આ પછી, ‘સીતા- ગીતા’, ‘શોલે’, ‘ડ્રીમગર્લ’, ‘સત્તે પે સત્તા’ સહિત ઘણી ફિલ્મો સામેલ છે.

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code