સૌરાષ્ટ્રની શાન સાસણ-ગીરમાં 4 મહિના બાદ પ્રવાસીઓ કરી શકશે સિંહના દર્શન- આજથી નેચર સફારી પાર્ક ખોલવામાં આવ્યું
- સાસણ ગીર આજથી પ્રવાસીઓ માટે ખોલવામાં આવ્યું
- 4 મહિના બાદ ફરી સિંહના કરી શકાશે દર્શન
સાસણ-ગીરઃ- સૌરાષ્ટ્રનું નામ પડે એટલે સાસણ-ગીર યાદ કરવું રહ્યું, ગીર એટલે સિંહોનું સ્થાન કે જ્યા દેશભરના લોકો સાસણ ગીરના પ્રવાલસે આવતા હોય છે,કોરોનાને લઈને ઘણા સમયથી સાસણ ગીરનું સફરાી પાર્ક બંધ કરવામાં આવ્યું હતું, જો કે ત્યાર બાદ કોરોના હળવો થતા ફરી ખોલવામાં આવ્યું ત્યાતો તેના વેકેશનનો સમયશરુ થયો, દરવર્ષે 4 મહિના સાસણ-ગીર બંધ રાખવામાં આવતું હોય છે ત્યારે હવે આટલા મહિનાઓ બાદ પ્રવાસીો માટે ગીરનું સફારી પાર્ક આજથી ખુલવા જઈ રહ્યું છે.
આજ રોજથી નેચર સફારી પાર્કની પ્રવાસીઓ મુલાકત લઈ શકે છે.,ચોમાસાના ચાર મહિનાની રજાઓ બાદ ગીર અભયારણ્ય અને ગિરનાર સફારી પાર્ક પ્રવાસીઓ માટે ખુલ્લુ મુકવામાં આવતા આવનારા તહેવારોમાં આ સ્થળ પ્રવાસીઓનું આકર્ષણ બને તેવી શક્યતાઓ છે.
અહીં આવવા માંગતા પ્રવાસીઓએ ઓનલાઇન વેબ સાઇટ પર ટિકિટ બુક કરાવી પડે છે ત્યાર બાદ તેઓ ગીર અને ગિરનાર અભયારણ્યમાં સિંહ દર્શન કરી શકે છે.ઉલ્લેખનીય છે કે ચોમાસાની સિઝન અને સિંહ સહિતના પ્રાણીઓના સંવનનકાળના લીધે પ્રાણીઓને ખલેલ ન પહોંચે અને ચોમાસામાં જંગલના રસ્તા પરથી પસાર થવું મુશ્કેલ હોય છે જેને કારણે સાસણ ગીર અભયારણ્ય ૧૫ જૂનથી પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવે છે. વરસાદની સિઝન પૂર્ણ થતા ગીર અભયારણ્ય અને ગિરના જંગલમાં નેચર સફારી પાર્ક તેના નક્કી કરેલા સમય પ્રમાણ એટલે 16 ઓક્ટોબરના રોજથી ખોલવામાં આવે છે.
વન્ય વિભાગ દ્વારા આ માટેનું ઓનલાઇન ટિકિટનું બુકિંગ શરુ કરવામાં આવી ચૂક્યું છે.જેને લઇ પ્રવાસીઓમાં પણ ચાર માસ બાદ ફરીથી સિંહના દર્શન કરી શકશે.ઉલ્લેખનીય છે કે ચોમાસાએ હાલ જ વિદાય લીધી હોવાથી જંગલનું વાતાવરણ અત્યાર ખૂબજ અહલાદક ગઅને હરિયાળઈ વાળું જોવા મળે છએ જેને લઈને પ્રવાસીઓ અહીં આવવાનું વધુ પસંદ કરતા હોય છે.કુદરતના સાનિધ્યમાં રહેવાનો લ્હાવો ગીરના અભ્ણયારણમાં મળી આવે છે.