
કેળાની છાલની ચા પીવાથી કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી મળશે રાહત
કેળાને કેલ્શિયમનો ખજાનો કહેવામાં આવે છે. દરરોજ કેળુ ખાવાની તબીબો દ્વારા સલાહ આપવામાં આવે છે. જો કે, કેળાની જેમ તેની છાલ પણ આરોગ્ય માટે ખુબ લાભદાયી માનવામાં આવે છે. તમે કેળાની છાલની તમે ચા બનાવીને પી શકો છો. હા, કેળાની છાલ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. આ ચા બનાવવાની રીત સરળ છે. કેળાની છાલમાં દરેક પોષક તત્વો હોય છે, જે હેલ્થને લાભ આપે છે.
આયુર્વેદમાં કેળાની છાલનો ઉપયોગ કરવામાં આવે છે.
તબીબોના મતે, કેળાની છાલમાં ફાઈબર, પોટેશિયમ, વિટામિન અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર હોય છે તે શરીરના સોજાને ઓછું કરવામાં મદદ કરે છે, હાર્ટના સ્વાસ્થ્યને સુધારે છે અને ઊંઘને વધુ સારી બનાવે છે. તે સિવાય કેળાની છાલમાં એમિનો એસિડ હોય છે જે મૂડ સુધારવવામાં અને માનસિક સ્ટ્રેસને ઓછું કરવામાં મદદ કરે છે.
• કેવી રીતે કેળાના છાલની ચા બનાવી?
સૌથી પહેલા પાકેલા કેળાને સરખી રીતે સાફ કરી તેની છાલ ઉતારી દો. એક વાસણમાં 1.5 કપ પાણી લો અને તે પાણીને ઉકાળો. હવે તેમાં કેળાની છાલને ઉમેરો. હવે તે મિશ્રણને 10-15 મિનિટ સુધી ધીમા તાપે ઉકાળો. ત્યારબાદ ગેસ બંધ કરીને તેને ગાળી લો. સ્વાદ વધારવા માટે તેમાં મધ કે લીબુંનો રસ ઉમેરી શકો છો. આવી રીતે કેળાના છાલની સ્પેશલ ચા બની જશે.
• કેળાની છાલની ચા પીવાના ફાયદા
કેળાની છાલમાં રહેલું મેગ્નેશિયમ ઊંઘને સુધારે છે. તેમજ મગજને શાંત કરે છે અને શરીરને રિલેક્સ કરવામાં મદદ કરે છે. જે લોકોને ઊંઘ બરાબર નથી આવતી તેમને આ ચાનું સેવન કરવું જોઈએ. આ ચામાં રહેલા ફાઈબર પાચન ક્રિયાને વધારે છે. તે કબજિયાત, ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી રાહત આપે છે. રોજ એક કપ આ ચાનું સેવન કરવાથી શરીર સ્વસ્થ રહે છે. વિટામિન-C અને એન્ટીઓક્સીડેન્ટ્સથી ભરપૂર આ ચા શરીરના હાડકાઓને મજબૂત બનાવે છે. તેમજ ઈમ્યુનિટી બૂસ્ટ કરવામાં મદદ કરે છે. આ ચા સ્કિન અને વાળ માટે પણ ફાયદાકારક છે. આ ચાનું નિયમિત સેવન કરવાથી સ્કિન ચમકીલી બને છે. તેમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ્સ ઉંમર વધવાના લક્ષણોને ધીમા કરી દે છે.