Site icon Revoi.in

ધાનેરા-આગથળા રોડ પર મેટલ પાથર્યા બાદ કામ બંધ કરી દેતા વાહનચાલકો પરેશાન

Social Share

ધાનેરા, 9 માર્ચ 2026: Work stopped after laying metal on the road ધાનેરાથી આગથળા રોડને ડબલ લાઈન બનાવવાની કામગીરી ચાલી રહી છે. રોડ પર મેટલ પાથરી દેવામાં આવી હતી. ત્યારબાદ કોઈ કારણસર ઘણા વખતથી કામ બંધ કરી દેવામાં આવ્યું છે. રોડ પર પાથરેલી મેટલને લીધે વાહનચાલકોને ભારે મુશ્કેલી પડી રહી છે. અને આસપાસના 20થી વધુ ગામોના લોકો પણ મુશ્કેલીમાં મુકાયા છે. રસ્તા પર પાથરાયેલા મેટરના કારણે સતત ધૂળની ડમરી ઉડી રહી છે. લાખણી તાલુકાના આગથળાથી ધાનેરા તાલુકાને જોડતા મહત્વના હાઈવે રોડનું કામ છેલ્લા બે વર્ષથી અધવચ્ચે બંધ થતાં વાહનચાલકો અને સ્થાનિક લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે.

સ્થાનિક લોકોના કહેવા મુજબ,  રાજ્ય સરકાર દ્વારા વર્ષોથી બિસ્માર બનેલા આ રોડને નવો બનાવવાની લોકોની માંગણીને ધ્યાનમાં રાખી 3.5 મીટર પહોળા રોડને 7 મીટર પહોળા ડબલ લાઇન હાઈવેમાં રૂપાંતરિત કરવા મંજૂરી આપવામાં આવી હતી. આગથળાથી ધાનેરા વચ્ચેનો અંદાજે 25 કિલોમીટર રોડ બનાવવાનો પ્રોજેક્ટ શરૂ થયો હતો, રોડના કામ દરમિયાન માત્ર મેટલ પાથરી દેવામાં આવ્યું છે, ત્યારબાદ કામ બંધ થઈ જતા હાલ રોડ પર ધૂળની ડમરીઓ ઉડી રહી છે. વાહનોની અવરજવરથી ખાસ કરીને બાઈક ચાલકોને ડ્રાઈવિંગમાં ભારે મુશ્કેલી પડી રહી છે અને અકસ્માતની શક્યતા પણ વધી ગઈ છે. સાથે સાથે ઉડતી ધૂળના કારણે આસપાસના ખેતરોમાં પાકને પણ નુકસાન થઈ રહ્યું છે.આ પરિસ્થિતિથી ત્રસ્ત બનેલા 20થી વધુ ગામોના લોકોએ રોડનું કામ કેમ બંધ છે તે અંગે સવાલ ઉઠાવી મુખ્યમંત્રી ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં રજૂઆત કરવાની તજવીજ હાથ ધરી છે. હાઈવે પર મેટર પાથરી કામ બંધ કરી દેવાતા લોકો પરેશાન થઈ રહ્યા છે

Exit mobile version