
જયપુર એરપોર્ટ પર યુએઈથી આવેલી મહિલા પાસે 20 કરોડનું ડ્રગ્સ ઝડપાયું
- જયપુર એરપોર્ટ પર મહિલા પાસે હેરોઈન ઝડપાયું
- યુએઈથી મહિલા પર્સમાં ડ્રેગ્સ સંતાડીને આવી હતી
જયપુરઃ- બહારના દેશમાંથી આવતા લોકો પાસે ડ્રગ્સ ઝડપાવાની ઘટનાઓ સામે આવી રહી છે ત્યારે આજ રોજ આવી જ એક ઘટના રાજસ્થાનના જયપુર એરપોર્ટ પરથી સામે આવી છએ,જેમાં વિદેશથી આવેલી એક મહિલા પાસે મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝપ્ત કરવામાં આવ્યો છે અને તેના સામે કાર્યવાહી પણ કરવામાં આવી છે
પ્રાપ્ત માહિતી પ્રમાણે રવિવારે સવારે જયપુર એરપોર્ટ પર કસ્ટમ વિભાગને એક મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. કસ્ટમ વિભાગે લગભગ 20 કરોડ રૂપિયાના ડ્રગ્સનો જથ્થો જપ્ત કર્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા યુએઈથી પરત આવી છે. આ મહિલાએ પોતાની બેગમાં ડ્રગ્સ સંતાડ્યું હતું
આ મહિલા જ્યારે મહિલા એરપોર્ટ પર ઉતરી ત્યારે તે ખૂબ ચિંતામાં જોવા મળી હતી. કસ્ટમ વિભાગ અને પોલીસને મહિલા પર શંકા ગઈ. સંયુક્ત કાર્યવાહી કરીને બંનેએ મહિલાની તલાશી લીધી હતી, જેમાં ડ્રગ્સ (હેરોઈન) મળી આવ્યું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર, આ ડ્રગ્સ લગભગ બે કિલો છે. પ્રાથમિક તપાસમાં તે હેરોઈન હોવાનું જણાયું છે. આંતરરાષ્ટ્રીય બજારમાં તેની કિંમત 20 કરોડ આંકવામાં આવી રહી છે. કસ્ટમ વિભાગ ડ્રગ્સની તપાસમાં વ્યસ્ત છે, અને તપાસ બાદ મહીલા સામે કાર્યવાહી કરવામાં આવશે.