Site icon Revoi.in

S G હાઈવે પર શાંતિગ્રામ બ્રિજ પાસે ડમ્પર-ટ્રક વચ્ચે અકસ્માત, એકનું મોત

Social Share

અમદાવાદઃ સરખેજ-ગાંધીનગર હાઈવે પર પૂર ઝડપે દોડતા વાહનોને કારણે અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક અકસ્માતનો બનાવ અદાણી શાંતિગ્રામ બ્રિજ પર બન્યો હતો. બે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા એક ટ્રકનો ડ્રાઈવર અને ક્લીનર બચવા માટે રોડ પર કૂદકો માર્યો હતો. આ સમયે પૂરફાટ ઝડપે આવેલા ડમ્પરે ટ્રકના ડ્રાઈવરને અડફેટે લેતા તેનું મોત નિપજ્યું હતું.

આ અકસ્માતની વિગત એવી જાણવા મળી છે કે, ગાંધીનગર-સરખેજ હાઇવે ઉપર આવેલા અદાણી શાંતિગ્રામ બ્રીજ ઉપર બે ટ્રક સામ સામે ટકરાયા હતા. જેમાં આઇશર ચાલક ડ્રાઇવર અને ક્લીનર અકસ્માત થતા કુદી ગયા હતા. જેમાં ચાલક રોડ ઉપર પટકાતા પાછળથી ડમ્પર તેની ઉપરથી નિકળી જતા મોત થયુ હતુ. આ બનાવ બાદ અડાલજ પોલીસની ટીમ બનાવ સ્થળે પહોંચી ગઇ હતી અને અકસ્માત કરનાર ટ્રક ચાલક સામે ગુનોં નોંધાવવામાં આવ્યો હતો.

પોલીસ સૂત્રોના કહેવા મુજબ ગાંધીનગર-સરખેજ હાઇવે ઉપર આવેલા અદાણી શાંતિગ્રામ બ્રીજ પાસે  મોડી આશરે અઢી વાગ્યાના અરસામાં આઇશર નંબર આરજે 01 જેટી 1324ને પાછળથી આવી રહેલા ડમ્પર નંબર જીજે 09 એવી 8926ના ચાલકે ટક્કર મારી હતી. આઇશરને ટક્કર મારતા ક્લીનર શંકર મીણા અને ચાલક વલ્લુરામ ગુલાબસિંહ વડેરા બચવા માટે કુદી ગયા હતા. જેમાં ક્લીનર ટ્રકમાંથી કુદતા રોડ સાઇડમાં પડ્યો હતો. જ્યારે ચાલક વલ્લુરામ રોડ વચ્ચે પડી ગયો હતો. જેમાં ટક્કર મારનાર ડમ્પર ચાલક વલ્લુરામના માથા ઉપરથી નિકળી ગયુ હતુ. અકસ્માત થતા આઇશરમાં રહેલા અન્ય લોકોનો બચાવ થયો હતો અને તાત્કાલિક અડાલજ પોલીસને જાણ કરવામાં આવી હતી. જેમાં પોલીસ બનાવ સ્થળે આવી ગઇ હતી. જ્યારે અકસ્માતમાં આઇશર ચાલક વલ્લુરામનુ બનાવ સ્થળે જ ડમ્પરનુ ટાયર નિકળી જતા મોત થયુ હતુ. આ બનાવ બાદ મૃતકને અડાલજ પીએચસી સેન્ટર લઇ જવામાં આવ્યા બાદ પીએમ કરાવ્યા બાદ રાજસ્થાનમાં રહેતા મૃતકના સગાને જાણ કરી બોલાવી મૃતદેહ સોપવામાં આવ્યો હતો. આ બનાવ બાદ અકસ્માત કરનારા ડમ્પર ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.