Site icon Revoi.in

સૌરાષ્ટ્ર-કચ્છમાં વહેલી પરોઢે ઝાકળ વર્ષા અને ધૂમ્મસભર્યુ વાતાવરણ

Social Share

 રાજકોટ, 30 ડિસેમ્બર 2025: Early morning mist and foggy weather in Saurashtra-Kutch સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે ઉતર-પૂર્વને બદલે પશ્ચિમનાં પવનો ફુંકાતા વહેલી સવારથી ધુમ્મસ છવાયું હતું. સાથે જ ઠંડીનાં પ્રમાણમાં પણ ઘટાડો થયો હતો. વહેલી સવારે ઝાકળને કારણે રોડ ભીજાઈ ગયા હતા. અને ધૂમ્મસને લીધે વાહનચાલકોએ મુશ્કેલી અનુભવી હતી.  હજુ બે થી ત્રણ દિવસ સવારે ધુમ્મસ રહેવાની હવામાન વિભાગની આગાહી છે.

રાજકોટમાં આજે સવારે હવામાં ભેજનું પ્રમાણ 81 ટકા સાથે ધુમ્મસ છવાયુ હતું અને તાપમાન 14.2 ડિગ્રી નોંધાયુ હતું. રાજકોટ ઉપરાંત અન્ય સ્થળોએ પણ વહેલી સવારથી ધુમ્મસ છવાતા ખાસ કરીને હાઇવે ઉપર વાહન ચાલકોને મુશ્કેલી પડી હતી.  આજે સૌથી વધુ ઠંડી 12.6 ડિગ્રી સાથે નલિયામાં નોંધાઇ હતી. તેમજ વેરાવળમાં 18, પોરબંદરમાં 14.2,  ઓખામાં 19.8, અમદાવાદમાં 14.8, સુરતમાં 15.7, વડોદરામાં 15, જયારે અમરેલી ખાતે 13.2, ભાવનગરમાં 15.6, ભુજમાં 15.7 તેમજ ડિસામાં 13.6, દીવમાં 14.7, દ્વારકામાં 18.5, ગાંધીનગરમાં 14 અને કંડલામાં 16.5 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાવા પામ્યુ હતું.

જુનાગઢ કૃષિ યુનિવર્સિટી ખાતે નોંધાયેલા તાપમાન મુજબ આજે સવારે મેકસીમમ તાપમાનનો પારો 14.6 ડિગ્રીએ ઉંચે પહોંચ્યો હતો. જયારે 13.8 ડિગ્રી નીચે તાપમાન નોંધાયુ હતું. જયારે ગિરનાર પર્વત ઉપર 8.8 ડિગ્રીએ પારો સ્થિર રહ્યો હતો. વાતાવરણમાં ભેજ 82 ટકા અને પવનની ગતિ પ્રતિ કલાક 2 કિ.મી. રહી હતી. જ્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં હજુ જોઈએ તેવી ઠંડી હજુ સુધી પડી નથી પરંતુ આજે વહેલી સવારે ઝાકળ ધુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું. ત્યારે ધુમ્મસના કારણે હાઈવે ઉપર પણ વાહન ચાલકોને પોતાના વાહનો ધીમા ચલાવવાની ફરજિયાત પણે નોબત આવી હતી. ખારાઘોડાના રણમાં આજે વહેલી સવારે સૂર્યનારાયણના અનોખા પ્રકારના દર્શન થયા હતા જ્યાં આકાશમાં એનેરો નજારો પણ જોવા મળ્યો હતો. આ નજારા વચ્ચે પણ અગરિયાઓ કામ કરતા હોવાનું જાણવા મળી રહ્યું છે ત્યારે રણમાં પણ અનોખી પ્રકારનો નજારો અને ઠંડીનો ચમકારો જોવા મળ્યો હતો

આ ઉપરાંત જામનગરમાં દિવસ દરમિયાન હળવી ધૂપ રહેવા છતાં. વહેલી સવાર અને મોડી રાત્રે ઠંડીનો ચમકારો યથાવત્ રહ્યો હતો. જામનગરમાં ગઈકાલે પણ રાતથી વહેલી સવાર સુધી ઠંડકનો અહેસાસ થયો હતો. વાતાવરણમાં ભેજનું પ્રમાણ 7 ટકાના વધારા સાથે 79 ટકા નોંધાયું હતું, જેના કારણે વાતાવરણ સુકું અને ઠંડુ અનુભવાયે હતું. પવનની ગતિ પ્રતિ કલાક સરેરાશ 2.6 કિલોમીટર જેટલી રહેવા પામ હતી,

 

Exit mobile version