
મહારાષ્ટ્રમાં તીવ્ર ભૂકંપના કારણે ધરતી ધ્રૂજી,જાણો કેટલી નોંધાઈ તીવ્રતા
મુંબઈ: મહારાષ્ટ્રમાં આજે સવારે ફરી એકવાર ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 માપવામાં આવી હતી. જો કે, ભૂકંપની તીવ્રતા ઘણી ઓછી હતી જેના કારણે તેને બહુ ઓછો અનુભવી શકાયો હતો. આ ભૂકંપ સવારે 5.09 કલાકે આવ્યો હતો. જાનમાલના નુકસાનના કોઈ સમાચાર નથી.સામાન્ય રીતે લોકો આવા ભૂકંપના આંચકા અનુભવી શકતા નથી. તેમ છતાં વારંવાર ભૂકંપ આવતા લોકોની ચિંતામાં વધારો થયો છે. મહારાષ્ટ્રના આ વિસ્તારમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભૂકંપના આંચકા અનુભવાઈ રહ્યા છે. આવી સ્થિતિમાં લોકો હવે આને લઈને ચિંતિત છે.
જાણકારો મુજબ જમીનના અંદરના ભાગમાં આવેલા પ્લેટની જે હલન ચલન થાય છે અથવા તેના પર આવતા દબાણના કારણે ભૂકંપ આવ્યો હોય તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે. લોકો દ્વારા હાલ સતર્કતા અને સલામતી દાખવવામાં આવી રહી છે .જેના કારણે જાનહાનિ થઈ રહી નથી.અચાનક આવતા ભૂકંપના કારણે લોકોમાં પરેશાની પણ વધારે જોવા મળી રહી છે.
જો અચાનક ભૂકંપ આવે તો ઘરની બહાર ખુલ્લામાં જાવ. જો તમે ઘરમાં ફસાયેલા હોવ તો પલંગ અથવા મજબૂત ટેબલની નીચે સંતાઈ જાઓ. ઘરના ખૂણામાં ઉભા રહીને પણ તમે તમારી જાતને બચાવી શકો છો. ભૂકંપ વખતે લિફ્ટનો બિલકુલ ઉપયોગ કરશો નહીં. ખુલ્લી જગ્યા પર જાઓ. વૃક્ષો અને પાવર લાઈનોથી દૂર રહો. આ ઉપરાંત ભૂકંપ પ્રતિરોધક મકાનો પણ એટલા જ મહત્વપૂર્ણ છે. જો કે તે બહુ મોંઘું નથી, પરંતુ લોકોમાં તેના વિશે જાગૃતિના અભાવને કારણે લોકો ઘણીવાર તેની અવગણના કરે છે.