Site icon Revoi.in

લદ્દાખના કારગિલમાં ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

Social Share

નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના બનાવોમાં વધારો થયો છે. દરમિયાન આજે ધૂળેટીના પર્વ ઉપર સવારે જમ્મુ-કાશ્મીરમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. લદાખના કારગિલમાં વહેલી સવારે જ 5.2ની તીવ્રતાનો જોરદાર ભૂકંપ આવતા લોકોમાં ફફડાટ ફેલાયો હતો.  ભૂકંપનો આંચકો એટલો તીવ્ર હતો કે તેની અસર સમગ્ર જમ્મુ-કાશ્મીરમાં જોવા મળી હતી. ભૂકંપનું કેન્દ્ર 15 કિ.મી. ઊંડે હોવાની જાણકારી મળી રહી છે.

સોશિયલ મીડિયા પર અનેક યૂઝર્સે જાણકારી શેર કરી હતી કે જમ્મુ અને શ્રીનગર સુધી ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લેહ-લદાખ બંને  દેશના ભૂંકપના ક્ષેત્ર-IV હેઠળ આવે છે જેનો અર્થ એ છે કે ભૂકંપની દૃષ્ટિએ તે વધારે જોખમી વિસ્તારો છે. ટેક્ટોનિક રૂપે સક્રિય હિમાલય ક્ષેત્રમાં આવેલું હોવાને કારણે લેહ અને લદાખમાં અનેકવાર ભૂકંપના આંચકા અનુભવાય છે.