અમદાવાદઃ તાજેતરમાં જ ઉત્તર ભારતમાં ભૂકંપના આંચકા નોંધાયા હતા. દરમિયાન આજે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપના આ આંચકામાં સદનસીબે કોઈ જાનહાની નહીં થઈ હોવાનું જાણવા મળે છે.
સુત્રોના જણાવ્યા અનુસાર, વલસાડમાં ભૂકંપનોઆંચકો અનુભવાયો છે. વહેલી સવારે ભૂકંપના આંચકાથી લોકો ભયભીત થઈ ગયા હતા. લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. 2.6ની તીવ્રતા સાથે ભૂકંપ આવતા કોઈ જાનહાનિના સમાચાર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, શુક્રવારે (28મી ફેબ્રુઆરી) ગીર સોમનાથના તાલાલા-ગીર પંથકમાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તાલાલા-ગીરના ગ્રામ્ય વિસ્તાર ધાવા, સુરવા, માધુપર, જાંબુર અને આંકોલવાડી સહિતના પંથકમાં ધરા ધ્રૂજી હતી. સામાન્ય ભૂકંપનો આંચકો અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.