Site icon Revoi.in

અરુણાચલ પ્રદેશમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો, લોકોમાં ફેલાયો ભય

Social Share

નવી દિલ્હીઃ ભારતમાં છેલ્લા કેટલાક સમયથી ભૂકંપના આંચકા આવી રહ્યાં છે. દરમિયાન બુધવારે બપોરે અરુણાચલ પ્રદેશમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.5 માપવામાં આવી હતી. ભૂકંપના આંચકાને પગલે લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.

અરુણાચલ પ્રદેશમાં 11:51 અને 31 સેકન્ડે ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર તરફથી મળેલી માહિતી અનુસાર, ભૂકંપનું કેન્દ્ર અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગ જિલ્લામાં જમીનથી લગભગ 10 કિલોમીટર નીચે સ્થિત હતું. ભૂકંપનું કેન્દ્ર 27.09 ઉત્તર અક્ષાંશ અને 92.06 પૂર્વ રેખાંશ પર સ્થિત હતું. ભૂકંપના આંચકા અનુભવાતા જ લોકો ઘરોમાંથી બહાર નીકળી ગયા. ભૂકંપને કારણે ક્યાંયથી કોઈ પણ પ્રકારના નુકસાનના સમાચાર નથી.