
હૈદરાબાદમાં ભૂકંપના આંચકા અનુભવાયા,રિક્ટર સ્કેલ પર 4.0 ની તીવ્રતા નોંધાઈ
- હૈદરાબાદમાં ભૂકંપના આંચકા
- 4.0 ની નોંધાઈ તીવ્રતા
- લોકોમાં ભયનો માહોલ
હૈદરાબાદ: આંધ્રપ્રદેશના દક્ષિણ હૈદરાબાદમાં આજે સવારે પાંચ વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા મુજબ રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. જોકે,આ ભૂકંપના આંચકાથી કોઈ જાન-માલના નુકસાનની જાણ થઈ નથી.
આ પહેલા રવિવારે પૂર્વ સિક્કિમમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.0 નોંધાઈ હતી. ભૂકંપ રાત્રે 8.39 વાગ્યે આવ્યો હતો અને લોકોએ તેના કંપન અનુભવતાની સાથે જ લોકો ઘરની બહાર નીકળી ગયા હતા. 21 જુલાઈએ વહેલી સવારે લદાખમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. તેની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.6 માપવામાં આવી હતી.આ ઉપરાંત વધુ બે રાજ્યો રાજસ્થાન અને મેઘાલયમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રાજસ્થાનના બિકાનેરમાં રિક્ટર સ્કેલ પર 5.3 ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.તો મેઘાલયમાં ભૂકંપની તીવ્રતા 4.1 માપવામાં આવી હતી.
આ બાબતે જાણકારોનું માનવું છે કે જમીનની અંદર આવેલી પ્લેટોમાં હલનચલન થવાના કારણે ભૂકંપ આવે છે અને જમીનમાં ધ્રુજારી ઉત્પન થવાના કારણે આંચકાઓ અનુભવાય છે. જમીનની અંદર આવેલી પ્લેટો છેલ્લા કેટલાક સમયથી વધારે સક્રિય થઈ હોવાના કારણે આ પ્રકારની ઘટનાઓ બને છે.