1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. લદ્દાખમાં આજરોજ સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતા નોંધાઈ
લદ્દાખમાં આજરોજ સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતા નોંધાઈ

લદ્દાખમાં આજરોજ સવારે ભૂકંપના આચંકા અનુભવાયા – રિક્ટર સ્કેલ પર 3.7 તીવ્રતા નોંધાઈ

0
  • લદ્દાખમાં ભૂકંપના આંચકા
  • 3.7ની તીવ્રતાનો ભૂંકપ
  • એક જ અઠવાડિયામાં બીજી વખત ભૂકંપના આંચકા અનુભવાયા

દિલ્હી – સમગ્ર દેશમાં એક બાજુ કોરોનાનો માર છે તો વિતેલા વર્ષથી લઈને ચાલુ વર્ષ દરમિયાન અનેક ક્ષેત્રમાં ભૂકંપના આચંકાઓ અનુભવાઈ રહ્યા છે,ત્યારે આ સિલસીલો હાલ પણ યથાવત છે.

આજ રોજ ગુરુવારે વહેલી સવારે અંદાજે 7 વાગ્યેને 40 મિનિટ આસપાસ લદ્દાખમાં સામાન્ય ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે, નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજીના જણાવ્યા પ્રમાણે આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 3.7 નોંધવામાં આવી છે, જો કે આ ભૂકંપમાં જાનહાનિના કોઈ સમાચાર નથી.

ત્યારે આ પહેલા પણ મંગળવારના રોજ  રાતે 10 વાગ્યા આસપાસ લદ્દાખમાં ભૂકંપના આંચકા આવ્યા હતા, ત્યારે રીક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.5 નોંધવામાં આવી હતી, એક જ અઠવાડિયામાં લદ્દાખમાં આ બીજી વખત ભૂંકપની ઘટના બનવા પામી છે.

સાહિન-

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code