
IPL 2021ને કોરોનાનું ગ્રહણઃ દિલ્હી કેપિટલ્સનો ફાસ્ટ બોલર થયો સંક્રમિત
મુંબઈઃ ભારતમાં ક્રિકેટનો કુંભ ગણાતા ઈન્ડિયન પ્રિમિયર લીગ એટલે આઈપીએલ ચાલી રહી છે. આઈપીએલને કોરોનાનું ગ્રહણ લાગ્યું હોય ક્રિકેટરો બાયોબબલમાં હોવા છતા સંક્રિમિત થઈ રહ્યાં છે. દરમિયાન દિલ્હી કેપિટલ્સ વતી રમતા વિદેશી ફાસ્ટ બોલર એનરિક નોર્ખિયા કોરોના સંક્રમિત થયો હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી અનુસાર આઈપીએલમાં પાંચમા ક્રિકેટરનો કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. પહેલા દિલ્હી કેપિટલના અક્ષર પટેલ, આરસીબીના દેવદત્ત પડિકક્લ અને ડેનિયલ સેમ્સ તથા કેકેઆરના નિતિશ રાણા પણ કોરોના પોઝિટિવ થઈ ચુકયા છે. દરમિયાન એનરિક નોર્ખિયા કોરોના સંક્રમિત થયો છે. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકાથી પાકિસ્તાન સામે વન-ડે સિરિઝ રમીને ભારત આવ્યો હતો. તેમજ ટીમમાં જોડાયો હતો. તેની સાથે જ આવેલા અન્ય એક ફાસ્ટ બોલર રબાડાનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. હાલમાં બંને પ્લેયર ક્વોરેન્ટાઈનમાં છે.