Site icon Revoi.in

દિલ્હી સહિતના રાજ્યોમાં બેંક ઠગાઈ કેસમાં ઈડીના દરોડા

Social Share

નવી દિલ્હી : પ્રવર્તન નિદેશાલય (ED)એ બુધવારે દિલ્હી-એનસીઆર, તમિલનાડુ અને કર્ણાટકમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહી હરિયાણા સ્થિત વીજળી ક્ષેત્રની એક કંપની અને તેના પ્રમોટરો સામે ચાલી રહેલી 346 કરોડ રૂપિયાની બેંક ઠગાઈ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે થઈ છે.

માહિતી મુજબ, તપાસ ગુરુગ્રામ સ્થિત હાઈથ્રો પાવર કોર્પોરેશન લિમિટેડ (HPCL), તેના ડિરેક્ટરો અમૂલ ગબરાની અને અજયકુમાર બિશ્નોઈ સહિત કેટલાક અન્ય લોકો સામે ચાલી રહી છે. હાલમાં HPCL લિક્વિડેશન (પરિસમાપન)ની પ્રક્રિયામાં છે. EDએ આ કેસમાં અનેક મહત્વપૂર્ણ દસ્તાવેજો અને પુરાવા જપ્ત કર્યા હોવાની જાણકારી આપી છે.