Site icon Revoi.in

દેશભરમાં ઈદ ઉલ અઝહાની ઉજવણી કરાઈ

Social Share

નવી દિલ્હીઃ દેશમાં આજે બકરી ઇદ અથવા બલિદાનનો તહેવાર ઇદ-ઉલ-અઝહા ઉજવવામાં આવી રહ્યો છે. આજે ઇદની નમાઝ ઇદગાહ અને મસ્જિદોમાં અદા કરવામાં આવી રહી છે. ત્યારે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ અને પ્રધાનમંત્રીએ ઈદ ઉલ અઝહાના અવસર પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી હતી.

રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમના સંદેશમાં આ તહેવારને બલિદાન, શ્રદ્ધા અને માનવીય મૂલ્યોનું પ્રતીક ગણાવ્યો હતો તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઈદ ઉલ અઝહાના અવસર પર લોકો સમાજમાં શાંતિ અને સૌહાર્દની પ્રેરણા લે તેવી શુભેચ્છા પાઠવી હતી. તેઓએ દેશના તમામ નાગરિકો માટે સારા સ્વાસ્થ્ય અને સમૃદ્ધિની શુભેચ્છા પાઠવી હતી. ઇદ ઉલ અઝહા હઝરત ઇબ્રાહીમે અલ્લાહના આદેશનું પાલન કરીને પોતાના એકમાત્ર પુત્રનું બલિદાન આપ્યું તેની યાદમાં ઉજવવામાં આવે છે.