Site icon Revoi.in

બિહારમાં ચૂંટણી પ્રચારનો ધમધમાટ તેજ બન્યો, રાષ્ટ્રીય નેતાઓ ગજવી રહ્યાં છે સભાઓ

Social Share

પટનાઃ બિહાર વિધાનસભા ચૂંટણીના પહેલા તબક્કાનો પ્રચાર ચરમસીમાએ પહોંચી ગયો છે, તેના સમાપનને હવે ફક્ત બે દિવસ બાકી છે. NDA અને મહાગઠબંધન બંનેના વરિષ્ઠ નેતાઓએ મતવિસ્તારોમાં અનેક ચૂંટણી રેલીઓને સંબોધિત કરી છે.

ભાજપના સ્ટાર પ્રચારક અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પટણામાં રોડ શો કર્યો હતો. દરમિયાન, કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ ખગરિયામાં એક જાહેર રેલીને સંબોધિત કરતા કહ્યું કે NDAએ બિહારમાં તેના ૨૦ વર્ષના શાસન દરમિયાન થયેલા કામનો હિસાબ આપવો જોઈએ. તેમણે કહ્યું કે જો મહાગઠબંધન સરકાર બનાવે છે, તો તે શિક્ષણ, આરોગ્યસંભાળ અને રોજગાર પર ધ્યાન કેન્દ્રિત કરશે.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્યમંત્રી અખિલેશ યાદવે પણ છપરામાં મહાગઠબંધનના ઉમેદવારોના સમર્થનમાં એક ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી.