 
                                    WHO દ્વારા કોવેક્સિનના ઈમરજન્સી ઉપયોગને નહી મળી મંજૂરી ,વધુ ડેટા જારી કરવા જણાવાયુ, હવે આગામી બેઠક 3 નવેમ્બરના રોજ થશે
- કોવેક્સિનને ડબલ્યૂએચઓ દ્વારા નહી મળી મંજીરી
- કંપનીને વધુ ટેડા એકત્રિત કરવા જણાવાયુંટ
- હવે આ મામલે 3 નવેમ્બરના રોજ બેઠક યોજાશે
દિલ્હીઃ-વિશઅવભરમાં કોરોના મહામારીની લડતમાં કોરોના સામે વેક્સિનને મહત્વોનો ફાળો આપ્યો છે, ત્યારે હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશનની ટેકનિકલ એડવાઈઝરી કમિટીએ મંગળવારે દેશની કોરોનાની રસી કોવેક્સિનને ઈમરજન્સી ઉપયોગ માટેની મંજૂરીની સમીક્ષા કરી હતી. આ બેઠક દરમિયાન, વેક્સિનને કટોકટીના ઉપયોગ માટે મંજૂરી આપવામાં આવી ન હતી.
ડબલ્યૂએચઓ દ્વારા વેક્સિનને મંજૂરી ન આપવાની સાથે સાથે રસી નિર્માતા ભારત બાયોટેકને વધારાના ડેટા જારી કરવા માટે કહેવામાં આવ્યું છે. આ પહેલા WHOના પ્રવક્તાએ કહ્યું હતું કે જો સમિતિ સંતુષ્ટ થશે, તો આગામી 24 કલાકમાં આ રસી અંગે ભલામણ કરવામાં આવશે.જો કે હવે તે કરવામાં આવી નથી.
WHOના ટેકનિકલ એડવાઇઝરી ગ્રૂપેવિતેલા દિવસને મંગળવારે યોજાયેલી બેઠકમાં ભારત બાયોટેક પાસેથી કોવેક્સિન પર કરવામાં આવેલા ટ્રાયલ અંગે વધારાની માહિતીની માંગણી કરી છે. ખાસ કરીને રસીના અંતિમ જોખમ-લાભ મૂલ્યાંકનથી સંબંધિત માહિતી શેર કરવા કહ્યું છે. ત્યારે હવે આ બાબતને લઈને આગામી 3 નવેમ્બરના રોજ બેઠક કફરીથી યોજાશે.
ત્યારે હવે ફરી યોજાનારી આ બેઠકમાં જે પ્રાપ્ત થશે તેવી વધારાની માહિતીના આધારે કોવેક્સિન માટે કટોકટીની મંજૂરી અંગે નિર્ણય લેવામાં આવેશેઉલ્લેખનીય છે કે. પીટીઆઈ દ્વારા મોકલવામાં આવેલા મેલના જવાબ આપતાં WHOએ આ બાબતોનો ઉલ્લેખ કર્યો છે.
 
																					
																					
																					 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
																						
																																												 
	

