
દિલ્હીના પોશ વિસ્તાર સીઆર પાર્કમાં સવાર-સવારમાં એન્કાઉન્ટર, બદમાશને પગમાં લાગી ગોળી
- સીઆર પાર્કમાં સવાર-સવારમાં એન્કાઉન્ટર
- પોલીસ અને બદમાશો વચ્ચે થયું એન્કાઉન્ટર
- એન્કાઉન્ટરમાં એક બદમાશ ઘાયલ થયો
દિલ્હી: રાજધાની દિલ્હીના સીઆર પાર્ક વિસ્તારમાં શુક્રવારે સવારે પોલીસ અને બદમાશો વચ્ચે એન્કાઉન્ટર થયું હતું.કહેવામાં આવી રહ્યું છે કે,દક્ષિણ દિલ્હીના પોશ વિસ્તારમાં આ એન્કાઉન્ટરમાં એક બદમાશ ઘાયલ થયો છે. બદમાશને પગમાં ગોળી વાગી છે.પોલીસે તેની ધરપકડ કર્યા બાદ તેને હોસ્પિટલમાં દાખલ કર્યો હતો.
કહેવામાં આવી રહ્યું છે કે, પોલીસને વિસ્તારમાં કેટલાક બદમાશોની હાજરીની માહિતી મળી હતી. આ પછી પોલીસે બદમાશોને ઘેરી લીધા હતા. જ્યારે પોલીસે બદમાશોને આત્મસમર્પણ કરવાનું કહ્યું તો તેઓએ પોલીસ પર ગોળીબાર કર્યો.બદમાશોના ફાયરિંગમાં પોલીસકર્મીઓ નાસી છૂટ્યા હતા. જવાબી કાર્યવાહીમાં એક બદમાશ ઘાયલ થયો હતો. તેને પગમાં ગોળી વાગી છે.
જો કે ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં અલગ અલગ રાજ્યોમાંથી મોટી સંખ્યામાં લોકો આવતા હોય છે અને ક્યારેક લોકો જ્યારે ખોટા લોકોની સંગતમાં આવી જતા હોય છે ત્યારે તે લોકો દ્વારા આ પ્રકારનું કૃત્ય પણ કરી દેવામાં આવતું હોય છે. દિલ્લી પોલીસ દ્વારા હંમેશા સતર્ક રહેવામાં આવે છે અને ક્યાંય દેશ વિરોધી કૃત્ય ન થઈ રહ્યું હોય તેની ઉપર પણ નજર રાખવામાં આવતી હોય છે.