મજા બની ગઈ સજા? લોકોને રોલર કોસ્ટર રાઈડમાં ઉંધા માથે લટકી રહેવું પડ્યુ, વાંચો આવું ક્યાં બન્યું?
- રોલર કોસ્ટરમાં બેસવું પડી ગયું ભારે
- ચાલુ રાઈડમાં પાવર થયો કટઓફ
- લોકો ઉંધા માથે લટકવા થયા મજબૂર
રોલર કોસ્ટર એ એક એવી રાઈડ છે કે જેમાં બેસવું બધાને ગમતું હોય છે. આ રાઈડની મજા જ અલગ છે અને આ મજા જ્યારે સજા બની જાય ત્યારે તો નાની યાદ આવી જાય. આવી જ એક ઘટના બની છે જાપાનમાં, કે જ્યાં ચાલું રોલર કોસ્ટર દરમિયાન પાવર કટ થઈ ગયો એટલે કે લાઈટ જતી રહી, અને લોકોએ કલાકો સુધી ઉંધા માથે લટકી રહેવું પડ્યુ.
એક રિપોર્ટ અનુસાર થીમ પાર્કમાં લોકો રોલરકોસ્ટર રાઈડની મજા માણી રહ્યા હતા. પરંતુ આ દરમિયાન અચાનક પાવર જતો રહ્યો અને લોકોની મજા ડરમાં ફેરવાઈ ગઈ. ખરેખર, પાવર આઉટેજને કારણે, રોલરકોસ્ટર હવામાં અટકી ગયું. જેના કારણે કેટલાક લોકો હવામાં ઉંધા લટકેલા રહ્યા હતા. પાર્ક પ્રશાસને તાત્કાલિક કાર્યવાહી કરી અને ટૂંક સમયમાં જ લોકોને સુરક્ષિત રીતે બચાવી લીધા.
જાપાનની મીડિયાના રિપોર્ટ અનુસાર પાવર જવાને કારણે 35 રાઇડર્સ બપોરે 12.45 વાગ્યાથી થીમ પાર્કમાં હવામાં લટકી રહ્યા હતા. જોકે, બપોરે 3 વાગે સુધીમાં તમામને સલામત રીતે નીચે ઉતારી લેવામાં આવ્યા હતા. જોકે પાવર ઝડપથી પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો, યુએસજે અધિકારીઓએ જણાવ્યું હતું કે થીમ પાર્કને પુનઃશરૂ થવામાં થોડા કલાકો લાગશે. ઉલ્લેખનીય છે કે આ ઘટનામાં કોઈને કોઈ પણ પ્રકારનું નુક્સાન થયું હતું નહી.