
- કપૂરનો વધુ પડતો ઉપયોગ ખતરનાક
- સ્વાસ્થ્યને પહોંચાડે છે નુકશાન
- શ્વાસના રોગીઓ માટે વધુ જોખમકારક
સામાન્ય રીતે કપૂરનો ઉપયોગ પૂજા-હવન જેવા કાર્યોમાં કરવામાં આવે છે. એના સિવાય કેટલાક સૌંદર્ય ઉત્પાદોમાં પણ સુગંધ અને ઠંડક માટે તેનો ઉપયોગ કરવામાં આવે છે. જે લોકો કપૂરનો વધુ પ્રમાણમાં ઉપયોગ કરે છે. તો એ લોકો માટે વધારે ખતરનાક થઇ શકે છે જેને પહેલાથી જ શ્વાસની સમસ્યા હોય. તો આવો જાણીએ કે કપૂર તમારા સ્વાસ્થ્યને કેવી રીતે પ્રભાવિત કરી શકે છે.
કપૂરનો ઉપયોગ દુર્ગંધથી છુટકારો મેળવવા, માથામાંથી ખોડાને હટાવવા માટે કરવામાં આવે છે. પરંતુ કોઈ પણ વસ્તુનો સૌથી વધારે ઉપયોગ સમસ્યા વધારી શકે છે. જો તમે ઘણી વખત કપૂરનો ઉપયોગ કરતા હો તો તેનાથી તમારા શરીરને ઘણી સાઇડ ઇફેક્ટ થઇ શકે છે.
કોરોના વાયરસની મહામારી અને પ્રદુષણ વધવાને કારણે તમે ઇચ્છશો કે કોઈપણ વસ્તુ તમારી જાતને પરેશાન ન કરે. નિષ્ણાતોનું કહેવું છે કે ઘરમાં કપૂરનો વધુ ઉપયોગ શ્વાસ સંબંધી સમસ્યા લાવી શકે છે. તે સૌથી વધારે ખતરનાક તે લોકો માટે સાબિત થઇ શકે છે જેને પહેલાથી જ શ્વાસની સમસ્યા હોય.
આપણે પહેલાથી જ મહામારીનો સામનો કરી રહ્યા છે. તેવામાં આપણે નથી ઇચ્છતા કે અન્ય સ્વાસ્થ્ય સમસ્યા આપણી આજુબાજુ હોય. બીજી બધી બીમારીઓ સિવાય કપૂર છાતીમાં સમસ્યાઓ ઉભી કરી શકે છે. સ્વાસ્થ્ય રિપોર્ટ અનુસાર તેનાથી સોજો અને છાતીની આસપાસ જકડની સમસ્યા થઈ શકે છે.
હાલ કોરોનાની બીજી ધાતક લહેર ચાલી રહી છે. ત્યારે લોકો વધુ માત્રામાં કપૂરનો ઉપયોગ કરતા હોય છે.પરંતુ વધુ માત્રમાં કપૂરનો ઉપયોગ કરવોએ તમારા માટે હાનિકારક સાબિત થઇ શકે છે.જેથી લોકોએ માર્યાદિત માત્રામાં જ તેનો ઉપયોગ કરવો જોઈએ.