Site icon Revoi.in

ભારત વિકાસ પરિષદની બેઠકમાં કારોબારીની જાહેરાત કરાઈ

Social Share

અમદાવાદઃ ભારત વિકાસ પરિષદ, અખિલ ભારતીય કક્ષાએ કાર્ય કરતું સમાજિક, સેવાભાવી બિનરાજકીય સંગઠન છે. તેના ઉપક્રમે ભારત વિકાસ પરિષદની ગુજરાત મધ્યપ્રાંતની વાર્ષિક અસાધારણ સભા અમદાવાદ ખાતે યોજાઈ હતી. આગામી વર્ષ માટે ગુજરાત મધ્યપ્રાંતના પ્રમુખ, મહાસચિવ, ખજાનચી, ઉપપ્રમુખ, સંગઠન મહામંત્રી તથા સમગ્ર કારોબારીની જાહેરાત કરવામાં આવી હતી.

પ્રમુખ તરીકે પ્રકાશભાઈ કસવાળા, મહા સચિવ તરીકે ભરતભાઈ મોદી, ખજાનચી તરીકે કલ્પેશભાઈ કેવડિયા, ઉપપ્રમુખ તરીકે સુરેશભાઈ પટેલ તથા મનસુખભાઈ કાછડિયા અને સંગઠનમંત્રી તરીકે અશોકભાઈ કુલકર્ણી તથા સમગ્ર કારોબારીના નામની જાહેરાત કરવામાં આવી હતી.