Site icon Revoi.in

પ્રખર શિક્ષણવિદ ડૉ. હિતેશકુમાર વી. પંડ્યા દ્વારા રચિત ચિત્રોનું પ્રદર્શન અમદાવાદમાં યોજાશે

Social Share

અમદાવાદ: ગુજરાતના અગ્રણી શિક્ષણવિદ અને જાણીતા ગણિતજ્ઞ ડૉ. હિતેશકુમાર વી. પંડ્યા દ્વારા દોરવામાં આવેલ વિવિધ પ્રકારના 100થી વધુ ચિત્રોનું વિશાળ પ્રદર્શન અમદાવાદ શહેરમાં યોજાઈ રહ્યું છે. આ પ્રદર્શન કળાપ્રેમી અને શિક્ષણજગત માટે એક અનોખો સાંસ્કૃતિક આનંદ આપનાર કાર્યક્રમ બનશે. આ પ્રદર્શન તા. 24થી 26મી ઓક્ટોબર 2025 સુધી સાંજના 4થી 8 કલાક સીધી અમદાવાદના હઠીસિંગ વિઝ્યુઅલ આર્ટ સેન્ટર, કસ્તુરભાઈ લાલભાઈ કેમ્પસ, સેપ્ટ, નવરંગપુરા ખાતે યોજાશે.

ડૉ. હિતેશકુમાર પંડ્યા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળના ગણિત વિષયના માન્ય લેખક, ‘અચલા’ માસિક પત્રિકાના સંપાદક મંડળના સક્રિય સભ્ય, વરિષ્ઠ ગણિતજ્ઞ અને સંસ્કારધામ – અમદાવાદ સ્થિત લક્ષ્મણ જ્ઞાનપીઠ માધ્યમિક શાળાના માનનીય પ્રધાનાચાર્ય તરીકે શિક્ષણક્ષેત્રે જાણીતા છે. આ ચિત્રપ્રદર્શન ડૉ. પંડ્યાની કલાત્મક દ્રષ્ટિ અને શિક્ષણપ્રત્યેની સમર્પિત ભાવનાનો પ્રતિબિંબ છે, જે નિશ્ચિત રૂપે દરેક દર્શકના મનને સ્પર્શી જશે.