1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. દરેક જગ્યાએ મોંઘવારી જ મોંઘવારી,હવે બાળકોના ભણતરની વસ્તુઓ પણ મોંઘી થઈ
દરેક જગ્યાએ મોંઘવારી જ મોંઘવારી,હવે બાળકોના ભણતરની વસ્તુઓ પણ મોંઘી થઈ

દરેક જગ્યાએ મોંઘવારી જ મોંઘવારી,હવે બાળકોના ભણતરની વસ્તુઓ પણ મોંઘી થઈ

0
Social Share
  • પેટ્રોલ-ડીઝલ, સીએનજીમાં ભાવ વધારો
  • હવે ભણતરની વસ્તુઓમાં પણ વધારો
  • લોકો જશે તો ક્યાં જશે

રાજકોટ :દેશમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજી તથા અનેક વસ્તુઓના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશમાં અત્યારે તમામ લોકો હવે મોંઘવારીની બૂમો પાડી રહ્યા છે ત્યારે જો વાત કરવામાં આવે ભણતરની વસ્તુઓની તો હવે તેના ભાવમાં પણ વધારો થયો છે જેના કારણે મધ્યમવર્ગના લોકોને ભારે તકલીફનો સામનો કરવો પડી રહ્યો છે.

જાણકારી અનુસાર ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે સ્ટેશનરીની વસ્તુઓમાં 20થી 25 ટકાનો વધારો થયો છે. A-4 સાઈઝ કાગળમાં 35, બોલપેનમાં 3થી 5 રૂપિયાનો ભાવવધારો નોંધાયો છે, જેને લઈને વાલીઓ પર ખર્ચનો બોજો વધ્યો છે.

જો વાત કરવામાં આવે રાજકોટ શહેરની તો રાજકોટના જાણીતા વેપારીએ જણાવ્યું હતું કે રશિયા-યુક્રેન યુદ્ધની નકારાત્મક અસર સ્ટેશનરીનાં ધંધા પર પણ પડી છે. છેલ્લા ત્રણ મહિનામાં તબક્કાવાર 10થી 25 ટકાનો ભાવવધારો નોંધાયો છે, જેનું મુખ્ય કારણ રો-મટીરિયલ મળતું નથી, હાલ કાગળની સંપૂર્ણપણે અછત છે. સ્ટેશનરીની અનેક વસ્તુઓમાં વપરાતા લોખંડની પણ અછત જોવા મળી રહી છે. ચીનથી જે વસ્તુઓ આવતી હતી એનું પ્રમાણ પણ ઘટ્યું છે. રશિયા અને યુક્રેનના યુદ્ધની અસર વિવિધ વસ્તુઓની સપ્લાય પર પડતા ભાવ આસમાને પહોંચ્યા છે.

બીજી તરફ, કાગળની પણ અછત જોવા મળી રહી છે અને જેટલું રો-મટીરિયલ આવે એ ઓછું પડે છે. એડવાન્સ રકમ આપવા છતાં રો-મટીરિયલ મળતું નથી, જેની સીધી અસર બાળકોની ટેક્સ્ટ બુક અને નોટ બુકના ભાવોમાં જોવા મળી રહી છે. એમાં પણ 25 ટકા જેટલો વધારો નોંધાયો હોવાનું વેપારીએ સ્વીકાર્યું હતું.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code