1. Home
  2. ગુજરાતી
  3. વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવની વધુ એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પ્રશંસા કરી
વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવની વધુ એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પ્રશંસા કરી

વિસ્ફોટક બેસ્ટમેન સૂર્યાકુમાર યાદવની વધુ એક પૂર્વ પાકિસ્તાની ક્રિકેટરે પ્રશંસા કરી

0
Social Share

નવી દિલ્હીઃ હાલ ઓસ્ટ્રેલિયામાં આઈસીસી ટી-20 વર્લ્ડકપ રમાઈ રહ્યો છે, ટીમ ઈન્ડિયા સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડ સામે ટકરાશે. આ સિરીઝમાં ભારતીય બેસ્ટમેન સૂર્યા કુમાર યાદવએ પોતાની વિસ્ફટક બેટીંગથી દુનિયાભરના ક્રિકેટપ્રેમીઓના દીલ જીતી લીધા છે. દરમિયાન પાકિસ્તાનના પૂર્વ ક્રિકેટર વસીમ અકરમ અને વકાર યુનુસે અગાઉ સૂર્યકુમાર યાદવની પ્રશંસા કરી હતી. આ યાદીમાં શાહિદ આફ્રિદી અને મેથ્યુ હેડને યાદવની પ્રશંસા કરી હતી.

એક ટીવી કાર્યક્રમમાં આફ્રિદીને પાકિસ્તાનના ઓપનર મોહમ્મદ રિઝવાન અને સૂર્યકુમાર યાદવ અંગે પૂછવામાં આવ્યું  હતું, ત્યારે અફ્રિદીએ જણાવ્યું હતું કે આ બન્નેની તુલના જ ના થઈ શકે. સૂર્યાને પોતાની રમત અંગે જાણકારી છે. રવિવારે ભારત અને પાકિસ્તાન એમ બન્ને ટીમો અલગ અલગ ટીમ સામે ટકરાઈ હતી. પોકિસ્તાન માટે રિઝવાને 32 બોલમાં 32 રન કર્યા હતાં જ્યારે સૂર્યાએ 25 બોલમાં અણનમ 61 રન ફટકાર્યા હતાં. આફ્રિદીએ વધુમાં કહ્યું કે, સૂર્યકુમાર 200-250 જેટલી ઘરઆંગણાની મેચો રમીને ભારતીય ટીમમાં આવ્યો છે. તેને પોતાની રમતની જાણકારી છે. તે સારા બોલમાં પણ બાઉન્ડ્રી બહાર મોકલવામાં સક્ષમ છે.

ઓસ્ટ્રેલિયાના પૂર્વ ખેલાડી મેથ્યુ હેડને પણ સૂર્યકુમારની ભરપુર પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, ટી20 ક્રિકેટમા ફક્ત તાકાત જ કામ નથી આવતી. સૂર્યકુમારે દેખાડી દીધું છે કે ચારે તરફ શોટ મારવાની ક્ષમતાથી કેવી રીતે ખતરો સાબિત થઇ શકે છે. સૂર્યકુમાર વચ્ચેની ઓવરોથી છેલ્લી ઓવરો દરમિયાન ખૂબસૂરત રમત દર્શાવી રહ્યો છે.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code