1. Home
  2. ગુજરાતી
  3. નાગપુરમાં RSS મુખ્યાલય નજીકથી વિસ્ફોટક સામગ્રી મળી, હાઈએલર્ટ જાહેર કરાયું
નાગપુરમાં RSS મુખ્યાલય નજીકથી વિસ્ફોટક સામગ્રી મળી, હાઈએલર્ટ જાહેર કરાયું

નાગપુરમાં RSS મુખ્યાલય નજીકથી વિસ્ફોટક સામગ્રી મળી, હાઈએલર્ટ જાહેર કરાયું

0
Social Share

નાગપુર, 7 એપ્રિલ 2026: મહારાષ્ટ્રના નાગપુર સ્થિત આરએસએસ મુખ્યાલય પાસેથી વિસ્ફોટક સમગ્રી મળતા ખળભળાટ મચી ગયો છે. આ ઘટનાને પગલે સમગ્ર શહેરમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આરએસેસ મુખ્યાલય પાસેથી એક બેગ મળી હતી. જેમાં 15 જિલેટિન સ્ટીક, 50 ડિટોનેટર અને 8 કનેક્ટર મળી આવ્યાં હતા. આ ઘટનાની જાણ થતા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને તપાસ શરૂ કરી હતી. બીજી તરફ એસએસએલ દ્વારા પણ તપાસનો ધમધમાટ તેજ કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, નાગપુરના સીએ રોડ સ્થિત દોસર ભવન ચોક વિસ્તારમાંથી જંગી માત્રામાં વિસ્ફોટક મળી આવ્યો હતો. મેટ્રો સ્ટેશન નજીક એક ઘરના નાના ગાર્ડનમાં એક બેગ મળી હતી. જેમાં જિલેટિન સ્ટીક, ડિટોનેટર અને કનેક્ટર મળ્યાં હતા. આજે સવારે મકાન માલિકની નજર આ બેગ ઉપર પડી હતી. જેથી તેમણે તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. આ બનાવની જાણ થતા પોલીસ ટીમ બોમ્બ સ્કવોર્ડ અને એફએસએલની ટીમ સાથે ઘટના સ્થળ પર દોડી ગઈ હતી. તેમજ તેને નિષ્ફળ બનાવવાની કવાત શરૂ કરી હતી.

પોલીસના મતે આ વિસ્ફોટક એકાદ મહિનાથી અહીં પડ્યો હોવાની આશંકા છે. બીજી તરફ પોલીસ દ્વારા ઘટનાને લઈને ઉંડાણપૂર્વકની તપાસ શરૂ કરવામાં આવી છે. આ વિસ્તારને સંવેદનશીલ માનવામાં આવે છે. બનાવ સ્થળની નજીક જામા મસ્જિદ, પોદ્દારેશ્વર રામ મંદિર અને દોઢ કિમી દૂર આરએસએસનું મુખ્યાલવ આવેલુ છે. જેથી સુરક્ષા એજન્સીઓ વધારે સાબદી બની છે.

નાગપુરના ઉચ્ચ પોલીસ અધિકારી નવીનચંદ્ર રેડ્ડીએ જણાવ્યું હતું કે, આ ઘટનાની દરેક એંગલથી તપાસ કરવામાં આવી રહી છે. ગાર્ડનમાં વિસ્ફોટક કોણે રાખ્યાં, અહીં કેમ મુકવામાં આવ્યા હતા અને તેનો શું ઉપયોગ થવાનો હતો તેને લઈને તપાસ કરવામાં આવી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. તેમજ આરોપીઓને ઝડપી લેવા માટે ચક્રોગતિમાન કરવામાં આવ્યાં છે.

આ પણ વાંચોઃ ધર્મની વ્યાખ્યા કરવાનું કામ ન્યાયતંત્રનું નથીઃ સબરીમાલા મુદ્દે કેન્દ્ર સરકારે લેખિત જવાબ દાખલ કર્યો

 

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code