Site icon Revoi.in

અમદાવાદ-ભાવનગર વચ્ચેનો એક્સપ્રેસ હાઈવે મે મહિનામાં શરૂ કરાશે

Social Share

અમદાવાદઃ  ભાવનગરને અમદાવાદ સાથે ટૂંકા અને સલામત માર્ગે જોડનારો 109 કિલોમીટર લાંબો ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ-વે હાઈવેનું કામ લગભગ પૂર્ણ થઈ ગયુ છે, આ એક્સપ્રેસ હાઈવે અમદાવાદમાં સનાથળ ચોકડી નજીક એસપી રિંગ રોડ પર ધોલકા ચોકડીથી સીધો જ ધોલેરા થઈને ભાવનગરને ટચ થશે. આ એકસપ્રેસ હાઈવેનું 95 ટકા બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. અને સંભવત: મે મહિનામાં આ એક્સપ્રેસ-વે શરૂ થઇ જશે. હાલ ભાવનગર અને અમદાવાદ વચ્ચે 169 કિમીની મુસાફરીમાં સાડા ત્રણ કલાકથી વધુ સમય લાગે છે. નવો એક્સપ્રેસ-વે આ અંતર ઘટીને 141 કિમી થતાં અમદાવાદથી ભાવનગર માત્ર 1.45 કલાકમાં પહોંચી શકાશે.

નેશનલ હાઈવે ઓથોરિટીના સૂત્રોના જમાવ્યા મુજબ ધોલેરા-અમદાવાદ એક્સપ્રેસ-વેના 109 કિ.મી.નું કામ 4 તબક્કામાં કરાયું હતું. સરખેજ-સિંઘરેજ 22 કિ.મી., સિંઘરેજ-વેજલકા 26.5 કિ.મી., વેજલકા-ધોલેરા સર 22.5 કિ.મી., ધોલેરા સર- અધેળાઇ (ભાવનગર) 38 કિ.મી.નું કામ અલગ અલગ કંપનીઓને સોંપાયું હતું. આ એક્સપ્રેસ-વેમાં 24 ગામડાઓની જમીનોનું અધિગ્રહણ કરવામાં આવ્યું હતું અને માર્ગમાં 46 અંડર પાસ તથા 10 ફ્લાઓવરનું નિર્માણ કરવામાં આવ્યુ છે.

આ એક્સપ્રેસ હાઈવે શરૂ થતાં અમદાવાદથી ભાવનગર પહોંચતા વાહનોને ફક્ત 1 કલાક 45 મિનિટનો થશે. તેમજ અમદાવાદ અને ધોલેરા વચ્ચેની મુસાફરી પણ ઘણી ઝડપી બનશે, જે 2 કલાક 15 મિનિટથી ઘટીને માત્ર 40થી 45 મિનિટ થશે. એક્સપ્રેસ હાઈવેનો 4500 કરોડ રૂપિયાનો આ પ્રોજેક્ટના તમામ તબક્કાના કામ પૂર્ણતાના આરે છે અને સંભવત: ચાલુ વર્ષના મધ્ય ભાગમાં એક્સપ્રેસ-વે શરૂ થઇ જશે. તેથી અમદાવાદ, ભાવનગર અને ભારતના પ્રથમ ગ્રીનફિલ્ડ સ્માર્ટ સિટી, ધોલેરા વચ્ચેના જોડાણમાં સુધારો થશે.