1. Home
  2. ગુજરાતી
  3. હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરીને બ્રિટનના PM ઋષિ સુનકે મંદિરોમાં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી
હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરીને બ્રિટનના PM ઋષિ સુનકે મંદિરોમાં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી

હિન્દુ હોવા અંગે ગર્વ વ્યક્ત કરીને બ્રિટનના PM ઋષિ સુનકે મંદિરોમાં દર્શન કરવા જવાની ઈચ્છા વ્યક્ત કરી

0
Social Share
  • જી20 સમિટમાં ભાગ લેવા આવ્યા ભારત
  • એરપોર્ટ ઉપર કરાયું ભવ્ય સ્વાગત

બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનક જી20 શિખર સમ્મેલનમાં ભાગ લેવા માટે ભારત આવી ચુક્યાં છે, આ દરમિયાન તેમણે ખાલિસ્તાન, યુક્રેન-રશિયા યુદ્ધ અને પીએમ મોદી સાથેના સંબંધોને લઈને મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન તેમણે પોતાને ગૌરવશાળી હિન્દુ ગણાવ્યા હતા. તેમજ ભારતમાં પ્રવાસ દરમિયાન વિવિધ મંદિરમાં દર્શન કરવા જવાની પણ ઈચ્છા વ્યક્ત કરી હતી.

હિન્દુ ધર્મ અંગે પોતાની આસ્થાને લઈને તેમણે કહ્યું કે, મને હિન્દુ હોવા ઉપર ગર્વ છે અને મારો ઉછેર એ જ રીતે થયો છે. હાલમાં જ અમે ભાઈ-બહેનોએ રક્ષાબંધનની ઉજવણી પણ કરી છે. આ વખતે સમયના અભાવે જન્માષ્ટમીનો પર્વ યોગ્ય રીતે મનાવી નથી શક્યો. પરંતુ હું મંદિર જઈને તેની ભરપાઈ કરી લઈશ. આ બધી વાતો મારા માટે ખુબ મહત્વપૂર્ણ છે, આસ્થાથી દરેકની જીંદગી આસાન થઈ જાય છે. ધાર્મિક આસ્થાતી એક રીતે મજબુતી મળે છે.

બ્રિટનમાં ખાલીસ્તાન સમર્થકો મામલે તેમણે કહ્યું કે, બ્રિટનમાં કોઈ પણ પ્રકારનો ઉગ્રવાદ કે હિંસા સ્વીકાર્ય નથી. જેથી અમે ખાલીસ્તાન સમર્થકોનો સામનો કરવા માટે ભારત સાથે મળીને કામ કરીશું. અમારા રક્ષામંત્રીએ તાજેતરમાં જ ભારતના પોતાના ક્ષમકક્ષ સાથે વાત કરી હતી. અમે એક ગ્રુપ બનાવ્યું છે અને તે આ પ્રકારના હિંસક ઉગ્રવાદને ખતમ કરવા માટેની ગુપ્ત માહિતી આદાન-પ્રદાન કરીએ છીએ.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code