Site icon Revoi.in

વિદેશ મંત્રી ડૉ.જયશંકર અમેરિકાની મુલાકાતે, ક્વાડ ગ્રુપની બેઠકમાં જોડાશે

Social Share

નવી દિલ્હીઃ વિદેશ મંત્રી ડૉ.એસ.જયશંકર આજથી 3 દિવસ અમેરિકાની મુલાકાતે છે, જ્યાં તેઓ અમેરિકના વિદેશ મંત્રી માર્કો રૂબીઓના આમંત્રણ પર આવતીકાલે ક્વાડ ગ્રુપ ઓફ ફોરેન મિનિસ્ટર્સની બેઠકમાં હાજરી આપશે.  જેમાં મુક્ત અને ઓપન ઈન્ડો-પેસિફિક માટે એક સામાન્ય દ્રષ્ટિકોણને આગળ વધારવા માટે નવા પ્રસ્તાવો પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. 

વિદેશ મંત્રાલય (MEA)એ રવિવારે કહ્યું હતું કે, જયશંકર US સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોના આમંત્રણ પર 30 જૂનથી 2 જુલાઈ સુધી યુનાઇટેડ સ્ટેટ્સની મુલાકાત લેશે. 1 જુલાઈના રોજ ક્વાડ વિદેશ મંત્રીઓની બેઠક 21 જાન્યુઆરીએ વોશિંગ્ટનમાં થયેલી અગાઉની બેઠકમાં થયેલી ચર્ચાઓ પર આધાર રાખશે.

MEAએ વધુમાં નિવેદનમાં કહ્યું કે,”તેઓ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ પર, ખાસ કરીને ઈન્ડો-પેસિફિક સંબંધિત વિચારોનું આદાન-પ્રદાન કરશે અને ભારત દ્વારા આયોજિત ક્વાડ નેતાઓના શિખર સંમેલન પહેલા વિવિધ ક્વાડ પહેલ પર થયેલી પ્રગતિની સમીક્ષા કરશે.”  

ભારત, અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને જાપાનનો સમાવેશ કરતું ક્વાડ, એક મુખ્ય ગ્રુપ તરીકે ઉભરી આવ્યું છે જે મોટાભાગે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા અને સ્થિરતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકર 30 જૂને ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં “ધ હ્યુમન કોસ્ટ ઓફ ટેરરિઝમ” નામના પ્રદર્શનનું ઉદ્ઘાટન પણ કરશે.