1. Home
  2. ગુજરાતી
  3. બોલિવૂડના પ્રખ્યાત વિલન અમરીશ પુરીની આજે જન્મજયંતિ,મોગેમ્બો બની દરેકના દિલમાં બનાવી જગ્યા
બોલિવૂડના પ્રખ્યાત વિલન અમરીશ પુરીની આજે જન્મજયંતિ,મોગેમ્બો બની દરેકના દિલમાં બનાવી જગ્યા

બોલિવૂડના પ્રખ્યાત વિલન અમરીશ પુરીની આજે જન્મજયંતિ,મોગેમ્બો બની દરેકના દિલમાં બનાવી જગ્યા

0
  • આજે અમરીશ પુરીની જન્મજયંતિ
  • વિલનનું પાત્ર ભજવી મળી ઓળખ
  • 400 થી વધુ ફિલ્મોમાં કર્યું છે કામ

મુંબઈ:જ્યારે પણ બોલિવૂડના સૌથી મોટા ‘ખલનાયક’નું નામ લેવામાં આવે છે, ત્યારે કોઈ અમરીશ પુરીનું નામ ભૂલી શકતું નથી, પરંતુ કેટલાક દર્શકો માટે તો અમરીશ પુરી બોલિવૂડના સૌથી મોટા ‘વિલન’ હતા. પછી તે ‘નાયક’ના ભ્રષ્ટ નેતા હોય કે ‘મિસ્ટર ઈન્ડિયા’ના મોગેમ્બો હોય, ‘કોયલા’ના દુષ્ટ જમીનદાર હોય કે ‘દામિની’ના વિલન વકીલ હોય.અમરીશ પુરીએ પોતાના દરેક પાત્રમાં પોતાની જાતને એવી રીતે ઘડેલી હતી કે,દર્શક તે સમય માટે તેમની હરીફાઈનો કોઈ ખલનાયક જોઈ ન શકે.

ખલનાયક તરીકે જોતાં એવું નહોતું લાગતું કે,અમરીશ પુરી પણ સારા પાત્રો ભજવી શકશે, પણ ના… એક્ટર દરેક પાત્રમાં પરફેક્ટ હતા. અમરીશ પુરી જેટલા ખરાબ વિલન હતા તેટલો જ તે ‘સારા પાત્રો’માં વ્યસ્ત હતા. અમરીશ પુરીએ ઘણી ફિલ્મોમાં એક સારા પિતાની યાદગાર ભૂમિકા પણ ભજવી હતી.આજે અમરીશ પુરીની જન્મજયંતિ પર જાણીએ તેના વિશે જાણી-અજાણી કેટલીક વાતો વિશે..

અમરીશ પુરીનો જન્મ 22 જૂન 1932ના રોજ પંજાબમાં થયો હતો.તેમના પિતાનું નામ નિહાલ સિંહ અને માતાનું નામ વેદ કૌર હતું. તેમના ચાર ભાઈ-બહેનો ચમન પુરી, મદન પુરી, હરીશ પુરી અને મોટી બહેન ચંદ્રકાંતા હતી.

અમરીશ પુરીએ પોતાનો પ્રારંભિક અભ્યાસ પંજાબમાંથી જ કર્યો હતો. જે બાદ તેઓ શિમલા ગયા હતા. શિમલા બી. એમ કોલેજમાંથી અભ્યાસ કર્યા બાદ તેણે અભિનયની દુનિયામાં પ્રવેશ કર્યો.શરૂઆતમાં તેણે થિયેટર માટે અભિનય કર્યો અને પછી ફિલ્મો તરફ વળ્યા. તેને નાટકોનો ખૂબ શોખ હતો. એક સમય હતો જ્યારે અટલ બિહારી વાજપેયી અને ઈન્દિરા ગાંધી જેવા લોકો તેમના નાટકો જોતા હતા.તેઓ વર્ષ 1961માં પદ્મ વિભૂષણ થિયેટર કલાકાર અબ્રાહમ અલ્કાઝીને મળ્યા હતા.આ મીટીંગ એવી મીટીંગ નહી પરંતુ એક ઐતિહાસિક મીટીંગ હતી જેણે તેના જીવનની દિશા બદલી નાખી અને તે પછી જ તે થિયેટરના પ્રખ્યાત કલાકાર બની ગયા.

અમરીશ પુરીએ 1960ના દાયકામાં થિયેટરની દુનિયાથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી.તેમણે સત્યદેવ દુબે અને ગિરીશ કર્નાડ દ્વારા લખાયેલા નાટકોમાં અભિનય કર્યો હતો. અમરીશ પુરીને 1979માં સંગીત નાટક અકાદમી દ્વારા તેમના શ્રેષ્ઠ અભિનય માટે એવોર્ડ આપવામાં આવ્યો હતો, જે તેમની અભિનય કારકિર્દીનો પ્રથમ અને મોટો પુરસ્કાર હતો.

અમરીશ પુરીએ 1971થી પોતાની ફિલ્મી કરિયરની શરૂઆત કરી હતી. આ વર્ષે તેની પહેલી ફિલ્મ ‘પ્રેમ પૂજારી’ આવી.જો કે તેમને ફિલ્મી દુનિયામાં પોતાના પગ જમાવતા થોડો સમય લાગ્યો, પરંતુ ધીમે-ધીમે તેમને ફિલ્મો મળી પરંતુ 1980ના દાયકામાં તેમણે વિલન તરીકે ફિલ્મોમાં પોતાની ઓળખ બનાવવાનું શરૂ કર્યું. 1987માં શેખર કપૂરની ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં મોગેમ્બોનું પાત્ર ભજવીને તે રાતોરાત પ્રખ્યાત થઈ ગયા હતા.આ પછી તેણે આવી ઘણી ફિલ્મો કરી જેમાં તેની એક્ટિંગની પ્રશંસા થઈ.

અમરીશ પુરીએ માત્ર હિન્દી ફિલ્મોમાં જ કામ કર્યું ન હતું, પરંતુ તેમણે કન્નડ, પંજાબી, મલયાલમ, તેલુગુ અને તમિલ ફિલ્મો તેમજ હોલીવુડની ફિલ્મોમાં પણ કામ કર્યું હતું. તેણે પોતાના ફિલ્મી કરિયરમાં 400 થી વધુ ફિલ્મોમાં કામ કર્યું. અમરીશ પુરીની કેટલીક પ્રખ્યાત ફિલ્મોમાં નિશાંત, ગાંધી, કુલી, નગીના, રામ લખન, ત્રિદેવ, ફૂલ ઔર કાંટે, વિશ્વાત્મા, દામિની, કરણ અર્જુન, કોયલા, દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે અને મિસ્ટર ઈન્ડિયા જેવી ફિલ્મો છે.

અમરીશ પુરીના જીવનની છેલ્લી ફિલ્મ ‘કિસના’ હતી જે તેમના મૃત્યુ બાદ વર્ષ 2005માં રિલીઝ થઈ હતી.અમરીશ પુરીનું 12 જાન્યુઆરી 2005ના રોજ બ્રેઈન ટ્યુમરના કારણે 72 વર્ષની વયે અવસાન થયું હતું.

LEAVE YOUR COMMENT

Your email address will not be published.