
પીએમ મોદીના ફેન થયા હોલિવૂડના ફેમસ અભિનેતા રિચર્ડ ગેરે, કહ્યું ‘ભારતીય સંસ્કૃતિના પ્રતિક છે મોદીજી’
- હોલિવૂડના જાણીતા એક્ટર રિચર્ડ ગેરેએ પીએમ મોદીની કરી પ્રસંશા
- પીએમ મોદીની બાજૂમાં બેસીને કર્યા યોગ
દિલ્હીઃ- પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તાજતેરમાં અમેરિકાના પ્રવાસે છે, અમેરિકા દ્રારા આજે તેમના ડિનરની તૈયારીઓ થઈ ચૂકી છે ત્યારે પીએમ મોદી અહી અનેક નેતાઓ મંત્રીઓ અને હસ્તીઓને મળ્યા હતા જેમાં હોલિવબડના અભિનેતા ચિટર્ડ ગેરેનો પણ સમાવેશ થાય છે જેઓ પીએમ મોદીના ફ્રેન બન્યા હતા.
પ્રાપ્ત જામકારી પ્રમાણે હોલિવૂડના ફેમસ અભિનેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે. તેમણે કહ્યું કે પીએમ મોદી ભારતીય સંસ્કૃતિના પ્રતિક છે.અને અમે વિશ્વ ભાઈચારાનો સંદેશ વારંવાર સાંભળવા માંગીએ છીએ. ઉલ્લેખનીય છે કે મોદી મંગળવારે સત્તાવાર મુલાકાતે અમેરિકાના ન્યૂયોર્ક પહોંચ્યા હતા.
યોગ કર્યા બાદ રિચર્ડ ગેરે કહ્યું કે પીએમ મોદી ભારતીય સંસ્કૃતિના પ્રતિક છે. પીએમ મોદી ભારતીય સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. અમે તેમનો સાર્વત્રિક ભાઈચારાનો સંદેશ વારંવાર સાંભળવા માંગીએ છીએ. આ એક ખૂબ જ સુંદર સંદેશ છે.ઉલ્લેખનીય છે કે રિચર્ડ ટિફેનિ ગેરે હોલિવૂડના ખૂબ જ ફેસમ એક્ટર છે,ગેરે 1970ના દાયકામાં અભિનયની શરૂઆત કરી હતી. ગેરે શ્રેષ્ઠ અભિનેતા માટે ગોલ્ડન ગ્લોબ પુરસ્કાર અને શ્રેષ્ઠ કલાકાર માટે સ્ક્રીન એક્ટર્સ ગિલ્ડ એવોર્ડ સહિત અનેક પુરસ્કારો મેળવી ચૂક્યા છે.