1. Home
  2. ગુજરાતી
  3. ફાઘર ઓફ ક્રિકેટ: રણજીતસિંહની આજે 88મી પુણ્યતિથિ, જાણો તેમની ક્રિકેટની કારકીર્દી
ફાઘર ઓફ ક્રિકેટ: રણજીતસિંહની આજે 88મી પુણ્યતિથિ, જાણો તેમની ક્રિકેટની કારકીર્દી

ફાઘર ઓફ ક્રિકેટ: રણજીતસિંહની આજે 88મી પુણ્યતિથિ, જાણો તેમની ક્રિકેટની કારકીર્દી

0
Social Share

અમદાવાદઃ ભારતમાં છેલ્લા કેટલાક વર્ષોથી અન્ય રમતો કરતા ક્રિકેટ વધારે પ્રચલિત છે. ભારતમાં રણજી ટ્રોફીને સ્થાનિક કક્ષાની સૌથી મોટી ટ્રોફિ કહેવાય છે. ફાધર ઓફ ક્રિકેટ કહેવાતા જામ રણજીતસિંહજીના નામે આ ટ્રાફી રમાય છે. ભારતીય ક્રિકેટ જગતના પિતામહ ગમાતા જામ રણજીતસિંહજીએ વર્ષ 1933માં આજના દિવસે એટલે કે, તા. 2 એપ્રિલના રોજ દુનિયાને અલવિદા કરીને અંતિમ શ્વાસ લીધા હતા. તેમણે બ્રિટિશ ક્રિકેટ ટીમમાં પોતાની જગ્યા બનાવી અંગ્રેજોને ઘણી મેચો પણ જીતાવી હતી.

ભારતીય ક્રિકેટના જન્મદાતા રણજીત સિંહજીનો જન્મ તા. 10મી સપ્ટેમ્બર 1872માં થયો હતો. ભારતના સૌ પ્રથમ ક્રિકેટર જામ રણજીતસિંહજીને બાળપણથી ટેનિસ પ્લેયર બનવું હતું. પરંતુ તેઓ અભ્યાસ માટે ઈંગ્લેન્ડ ગયા ત્યારે તેમને ક્રિકેટ પસંદ આવવા લાગ્યું હતું. ઈંગ્લેન્ડમાં ક્રિકેટનો ક્રેઝ જોઈને તેમણે ક્રિકેટર બનવાનો નિર્ણય લીધો હતો. તેમની વર્ષ 1896માં ઈંગ્લેન્ડની ટીમમાં પસંદગી થઈ હતી. તે સમયે લોર્ડ હારિસે વિરોધ કરતા કહ્યું હતું કે, તેમનો જન્મ ઈંગ્લેન્ડમાં નથી થયો એટલે આ ટીમમાં ના રમી શકે. ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાતી બીજી ટેસ્ટમાં રણજીત સિંહને મોકો મળ્યો હતો. આ મેચમાં તેમણે ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 62 રન બનાવ્યા હતા. પહેલા ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે જ ક્રિકેટ મેચ રમાતી હતી. ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન બદલ તેમની 1894માં ઈંગ્લેન્ડની કાઉન્ટી ટીમના કેપ્ટન તરીકે પસંદગી થઈ હતી. તેમજ તેમની કેપ્ટનશીપ હેઠળ ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે 1859 રમાયેલી ઐતિહાસિક મેચમાં તેમણે ઈંગ્લેન્ડને અનેક મેચ જીતાડી હતી.

ઈંગ્લેન્ડ તરફથી તેમણે 72 સદીઓ અને 14 બેવડી સદીઓ કરી છે. 1900ના વર્ષમાં રણજીએ પાંચ ડબલ સદીઓ કરી અને છઠ્ઠી સદી માત્ર આઠ રને ચૂકી ગયા હતા. 1897માં ઓસ્ટ્રેલિયાની ધરતી પર પ્રથમ ટેસ્ટ મેચમાં રમતા તેમણે 175 રન કર્યા હતા. રણજીએ કુલ 500 ઈનીંગમાં 56.37ની સરેરાશથી 24936 રન કર્યા હતા. તેમનું તા. 2 એપ્રિલ 1933ના રોજ જામનગરમાં રણજીત સિંહનું અવસાન થયું હતું. તેમની યાદમાં 1934માં રણજી ટ્રોફીની શરૂઆત કરવામાં આવી હતી. ભારતીય ક્રિકેટમાં આજે પણ રણજી ટ્રોફીનું વિશેષ મહત્વ છે. એટલું જ નહીં રણજી ટ્રોફીમાં સારુ પ્રદર્શન કરતા ક્રિકેટરને સરળતાથી ટીમ ઈન્ડિયામાં સ્થાન મળી શકે છે.

tags:

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code