Site icon Revoi.in

પાકિસ્તાનીઓમાં ફેલાયો બલૂચ બળવાખોરોનો ભય, બલુચિસ્તાનમાં રાત્રે ટ્રેન દોડાવવાનું બંધ કર્યું

Social Share

નવી દિલ્હીઃ બલુચિસ્તાનમાં ટ્રેન હાઇજેકિંગ બાદ, સમગ્ર પાકિસ્તાનમાં બલુચ લિબરેશન આર્મીનો ભય ફેલાયો છે. બલૂચ બળવાખોરોએ લગભગ 500 મુસાફરોને લઈ જતી ટ્રેનનું અપહરણ કરીને પાકિસ્તાનને અરીસો બતાવ્યો હતો. જે બાદ સમગ્ર વિસ્તારમાં ગભરાટનો માહોલ છે. હવે પાકિસ્તાન રેલ્વે રાત્રે બલુચિસ્તાનમાં ટ્રેનો ચલાવવાથી ડરે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, રવિવારે રાત્રે કરાચીથી ક્વેટા જતી બોલન એક્સપ્રેસને જેકોબાબાદ સ્ટેશન પર રોકવામાં આવી હતી, ટ્રેન આગળ વધી ન હતી. કારણ કે આ અંગે સુરક્ષા ખતરો હતો. ટ્રેન હાઇજેકની ઘટના બાદ, પાકિસ્તાન રેલ્વેએ હવે બલુચિસ્તાનમાં રાત્રે ટ્રેનો ચલાવવાનો ઇનકાર કરી દીધો છે.

રવિવારે રાત્રે બોલન એક્સપ્રેસ જેકબાબાદ પહોંચી ત્યારે રેલવે અધિકારીઓએ તેને આગળ વધવા દીધી ન હતી. સિંધ પ્રાંતના આ સ્ટેશનના સ્ટેશન માસ્ટરને ટ્રેન રોકવા માટે સ્પષ્ટ સૂચનાઓ હતી કારણ કે સુરક્ષા મંજૂરી મળી ન હતી. પરિસ્થિતિ એવી બની કે ટ્રેનમાં મુસાફરી કરી રહેલા લગભગ 150 મુસાફરોને નીચે ઉતારવા પડ્યા હતા. તેમને બસો અને અન્ય વાહનો દ્વારા ક્વેટા મોકલવામાં આવ્યા હતા. પાકિસ્તાન રેલ્વેના સીઈઓ અમીર અલી બલોચે જણાવ્યું હતું કે રાત્રે આગળ વધવું જોખમી હોવાથી ટ્રેનને ઘણા કલાકો સુધી રોકવામાં આવી હતી. જો ટ્રેન દોડી હોત તો તે મોડી રાત્રે સિબી પહોંચી હોત, જ્યાં ખતરો વધુ વધી શક્યો હોત. આ ઘટના બાદ રેલ્વે મુસાફરોમાં ગુસ્સો ભડકી ઉઠ્યો હતો.

રેલવે મુસાફરોએ જણાવ્યું હતું કે આ રીતે ટ્રેનની મુસાફરીને વચ્ચેથી રોકવાથી સરકાર અને વહીવટીતંત્રની નિષ્ફળતા દેખાય છે. હાલમાં, માહિતી મળી છે કે મંગળવારથી બોલન મેઇલનો સમય બદલવાની તૈયારીઓ ચાલી રહી છે. હવે તે એવો સમય પસાર થશે કે બલુચિસ્તાનમાં રાત્રે મુસાફરી નહીં કરવી પડે. હવે આ ટ્રેન કરાચીથી બપોરે 3 વાગ્યે જ ઉપડશે. હાલમાં તેનો સમય સાંજે 7 વાગ્યાનો છે.

Exit mobile version